વધતી જતી ઉંમર સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે નાની ઉંમરમાં તમારા વાળ ગ્રે થઈ જાય છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે આનુવંશિકતા, તણાવ, ધુમ્રપાન આના કારણો છે. શરીરમાં વિટામિનની ઉણપને કારણે વાળ પણ ગ્રે થઈ જાય છે. જાણો કયા વિટામિનની ઉણપથી વાળ સફેદ થાય છે? વિટામિન B12 ની ઉણપને કારણે વાળ સફેદ થાય છે આ વિટામિન એનર્જી પૂરી પાડે છે, વાળની વૃદ્ધિ અને વાળના રંગને નિયંત્રિત કરે છે. વિટામિન B12 માટે ઈંડા, દૂધની બનાવટો, બ્રોકોલી અને મશરૂમ ખાઓ. આ સિવાય વિટામિન સી અને ડીની ઉણપ પણ થઈ શકે છે.