સાઉદી અરેબિયા સત્તાવાર રીતે પ્રથમવાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં સામેલ થશે. આ દેશના પ્રથમ પ્રતિનિધિ તરીકે રૂમી અલકાહતા સ્પર્ધામાં સામેલ થશે 27 વર્ષની મોડલ રૂમીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જાણકારી આપી હતી તેણે કહ્યું કે તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં દેશમાંથી પ્રથમ ભાગ લેનાર હશે. રિપોર્ટ અનુસાર, આ પ્રથમ વખત છે જ્યારે સાઉદી અરેબિયા મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેશે. રૂમીએ મલેશિયામાં યોજાયેલી મિસ એન્ડ મિસિસ ગ્લોબલ એશિયનમાં પણ ભાગ લીધો હતો. રૂમી અલકાહતાનીના ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સ છે. રૂમીએ મિસ મિડલ ઈસ્ટ, મિસ આરબ વર્લ્ડ પીસ 2021 અને મિસ વુમન (સાઉદી અરેબિયા)ના ટાઈટલ જીત્યા છે. હાલમાં મિસ યુનિવર્સનું ટાઇટલ મિસ નિકારાગુઆ શેનીસ પેલેસિયોસ પાસે છે All Photo Credit: Instagram