તારા વુમન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. વુમન્સ પ્રીમિયર લીગમાં અમેરિકાની ખેલાડી તારા નોરિસે બધાને પ્રભાવિત કર્યા છે. તારા નોરિસે RCB સામે ઈતિહાસ રચ્યો હતો. નોરિસે તેની 4 ઓવરમાં માત્ર 29 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે મહિલા પ્રીમિયર લીગમાં પાંચ વિકેટ લેનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. તારા નોરિસ અમેરિકાની 24 વર્ષની યુવા ફાસ્ટ બોલર છે તારાને દિલ્હી કેપિટલ્સે 10 લાખ રૂપિયામાં ખરીદી હતી. તે મહિલા IPLનો ભાગ બનનાર એકમાત્ર સહયોગી દેશની ખેલાડી છે. તારા નોરિસનો જન્મ 4 જૂન, 1998ના રોજ ફિલાડેલ્ફિયામાં થયો હતો. All Photo Credit: Instagram