VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નિષ્ણાંતો માની રહ્યા છે કે જો ધર્મના નામે નોકરી આપવામાં આવશે અથવા ના પાડવાની છુટ અપાશે તો અમેરિકામાં કોમવાદ વધી શકે છે. અમેરિકામાં વસતા હિંદુઓ પર પણ કેટલાક વિસ્તારોમાં હુમલાની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે આગામી દિવસો હિંદુઓ માટે કપરા હશે એ નક્કી છે.
ટ્રમ્પે ચૂંટણી પૂર્વે ભલે હિંદુઓના વખાણ કર્યા પણ હવે સત્તા મળી ગઇ છે ત્યારે તેઓને ખસેડી મુકવાની તૈયારી પણ કરી લીધી છે. અગાઉ વીઝાના નિયમોમાં ફેરફાર કર્યા અને વિઝાધારક કર્મચારીના પગાર બેગણા કર્યા જેથી સ્થાનિકોને જ કંપનીઓ ભરતી કરશે. હવે નોકરીમાં પણ ધર્મ ઘૂસાડી દેવામાં આવી રહ્યો છે.
હાલ પ્રવેશબંધીનો વિવાદ હોવાથી આ કાયદાની વિગતો ગુપ્ત રાખી છે પણ આગામી દિવસોમાં ગમે ત્યારે આ આદેશ પર ટ્રમ્પ સહી કરી શકે છે. હજુ પ્રવેશ બંધીને પગલે લાગેલી આગ શાંત નથી પડી ત્યાં વધુ એક વિવાદીત આદેશ જારી કરીને ટ્રમ્પ નવો વિવાદ જગાવશે.
ટ્રમ્પ આ કાયદો ધર્મની સ્વતંત્રતાના નામે બનાવી રહ્યા છે પણ વાસ્તવમાં આ કાયદો ધર્મની સ્વતંત્રના નામે લોકોને કટ્ટરવાદ તરફ લઇ જશે. નિષ્ણાંતો માની રહ્યા છે કે એચ વન બી વિઝા, પ્રવેશ બંધી અને હવે નોકરીમાં ધર્મ ઘુસાડી ટ્રમ્પે અમેરિકામાંથી અન્ય ધર્મના લોકોને કાઢી મૂકવાનો કારસો ઘડી લીધો છે.
જો આ કાયદો અમલમાં આવ્યો તો ભારતીય હિંદુઓને પણ મોટો ફટકો પડશે કેમ કે કંપનીઓ હિંદુઓને પણ નોકરીએ રાખવાનો ઈન્કાર કરી શકશે. આમ ભારતીયો માટે પણ મોટો ખતરો છે. કંપનીઓ અને સંગઠનો ધર્મના નામે લોકોને પસંદ કરશે તો પહેલી પસંદગી અમેરિકામાં બહુમતી ધરાવતા ક્રિશ્ચિયન લોકોની જ થશે.
આ કાયદો પણ મુસ્લિમોને નિશાન બનાવીને બનાવાયો હોવાનું સ્પષ્ટ છે. એસ્ટાબ્લિશિંગ અ ગવર્મેન્ટ-વાઇડ ઇનિશિએટિવ ટુ રિસ્પેક્ટ રીલિજિયસ ફ્રીડમ નામ આપવામાં આવ્યું છે. આ કાયદો અમલમાં આવે તો અમેરિકામાં બહુમતી ખ્રિસ્તી લોકોને જ નોકરીઓ મળશે તેવી સ્થિતી સર્જાશે.
ટ્રમ્પે આ કાયદાનો અમલ કરવા માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને આવતા અઠવાડિયે ટ્રમ્પ તેના પર સહી કરે એ સાથે જ તેનો અમલ શરૂ થશે. આ કાયદાનો અર્થ એ થાય કે અમેરિકાની કોઈ પણ કંપની કે સંસ્થાને નોકરી માગનાર વ્યક્તિના ધર્મ સામે વાંધો હોય તો તેને નોકરી આપવાનો ઈન્કાર કરી શકે.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 7 મુસ્લિમ દેશોના નાગરીકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો તેના કારણે મચેલો હોબાળો શાંત નથી પડયો ત્યાં ટ્રમ્પે વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર અમેરિકાની કંપનીઓ અને સંસ્થા કોઈ પણ વ્યક્તિને ધર્મના નામે નોકરી આપવાની ના પાડી શકશે.
General Knowledge: કેટલા ઝેરી હોય છે ઉડતા સાપ,જાણો તે ક્યાં જોવા મળે છે?
India To Iran: ભારતમાંથી ઈરાન જવા માટે કેટલા દેશોમાંથી પસાર થવું પડે છે, બેસ્ટ રૂટ કયો ?
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Sound In Space: અંતરિક્ષમાં ક્યાં સુધી ટ્રાવેલ કરે છે આપણો અવાજ, ક્યાં ખતમ થાય છે ધરતીથી નીકળેલો સાઉન્ડ ?
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો