શોધખોળ કરો

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાએ કરી 9992 બેઠકો માટેની જાહેરાત નવા OBC અનામત સાથે પ્રથમ વખત યોજાશે મોટી ચૂંટણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 9992 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન.
  • 6 એપ્રિલે જાહેરનામું, 11 એપ્રિલ સુધી ઉમેદવારી.
  • OBC અનામત બાદ પ્રથમ વખત આટલી મોટી ચૂંટણી.
  • 4.18 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

local body elections Gujarat: ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ EVM થી મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી થશે. આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નવી OBC અનામત લાગુ થયા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાં અંદાજિત 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

6 એપ્રિલ: ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે

11 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

13 એપ્રિલ: ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે

15 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ

26 એપ્રિલ: સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે

27 એપ્રિલ: જો કોઈ કારણસર જરૂર પડે તો પુનઃ મતદાન (રી-પોલિંગ) થશે

28 એપ્રિલ: તમામ બેઠકો માટે મતગણતરી અને પરિણામ

ક્યાં કેટલી બેઠકો પર જામશે ચૂંટણી જંગ

આ વખતે સમગ્ર રાજ્યમાં કુલ 9992 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશે.

મહાનગરપાલિકા (મનપા): જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની 15 મનપાની કુલ 1044 બેઠકો પર ચૂંટણી યોજાશે.

નગરપાલિકા: 7 નવી નગરપાલિકાઓના ઉમેરા સાથે કુલ 84 નગરપાલિકાની 2624 બેઠકો માટે મતદાન થશે.

જિલ્લા પંચાયત: 34 જિલ્લા પંચાયતની 1090 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં 24 જિલ્લા પંચાયતોની હદમાં (સીમાંકનમાં) ફેરફાર કરાયો છે, જ્યારે 9 માં કોઈ ફેરફાર થયો નથી.

તાલુકા પંચાયત: 260 તાલુકા પંચાયતની 5234 બેઠકો પર ચૂંટણી યોજાશે. 109 તાલુકા પંચાયતમાં માત્ર રોટેશન સિવાય કોઈ ફેરફાર નથી કરાયો, પણ 53 તાલુકા પંચાયતોના સીમાંકન બદલવામાં આવ્યા છે.

મતદારોના આંકડાકીય સમીકરણો

આ ચૂંટણી 17 ફેબ્રુઆરીની ડ્રાફ્ટ યાદી અને SIR ની નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના ડેટા પ્રમાણે:

રાજ્યમાં નોંધાયેલા કુલ 4 કરોડ 40 લાખ મતદારોમાંથી 4 કરોડ 18 લાખ 87 હજાર મતદારો મતદાન કરવા માટે સત્તાવાર રીતે લાયક છે.

કુલ મતદારોમાં 2 કરોડ 16 લાખ પુરુષો અને 2 કરોડ 2 લાખ મહિલા મતદારો છે.

જો વિસ્તાર પ્રમાણે જોઈએ તો, મનપા વિસ્તારોમાં 1.10 કરોડ, નગરપાલિકા વિસ્તારોમાં 33.66 લાખ અને તાલુકા-જિલ્લા પંચાયતના વિસ્તારોમાં 2.75 કરોડ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે.

Frequently Asked Questions

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ક્યારે યોજાશે?

આગામી 6 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને 26 એપ્રિલે મતદાન યોજાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ કેટલી બેઠકો પર મતદાન થશે?

રાજ્યમાં કુલ 9992 બેઠકો પર મતદાન થશે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.

મતદાન માટે મતદાર યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવી છે?

આ ચૂંટણી 17 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી અને SIR ની નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાશે.

રાજ્યમાં કુલ કેટલા મતદારો મતદાન કરવાના છે?

રાજ્યમાં કુલ 4 કરોડ 40 લાખ મતદારો નોંધાયા છે, જેમાંથી 4 કરોડ 18 લાખ 87 હજાર મતદારો મતદાન કરવા માટે લાયક છે.

OBC અનામત નિયમો લાગુ થયા બાદ આ પ્રથમ વખત કેટલી મોટી ચૂંટણીઓ યોજાશે?

નવા OBC અનામત નિયમો લાગુ થયા પછી આ પ્રથમ વખત આટલા મોટા પાયે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget