નિષ્ણાંતો માની રહ્યા છે કે જો ધર્મના નામે નોકરી આપવામાં આવશે અથવા ના પાડવાની છુટ અપાશે તો અમેરિકામાં કોમવાદ વધી શકે છે. અમેરિકામાં વસતા હિંદુઓ પર પણ કેટલાક વિસ્તારોમાં હુમલાની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે આગામી દિવસો હિંદુઓ માટે કપરા હશે એ નક્કી છે.
ટ્રમ્પે ચૂંટણી પૂર્વે ભલે હિંદુઓના વખાણ કર્યા પણ હવે સત્તા મળી ગઇ છે ત્યારે તેઓને ખસેડી મુકવાની તૈયારી પણ કરી લીધી છે. અગાઉ વીઝાના નિયમોમાં ફેરફાર કર્યા અને વિઝાધારક કર્મચારીના પગાર બેગણા કર્યા જેથી સ્થાનિકોને જ કંપનીઓ ભરતી કરશે. હવે નોકરીમાં પણ ધર્મ ઘૂસાડી દેવામાં આવી રહ્યો છે.
હાલ પ્રવેશબંધીનો વિવાદ હોવાથી આ કાયદાની વિગતો ગુપ્ત રાખી છે પણ આગામી દિવસોમાં ગમે ત્યારે આ આદેશ પર ટ્રમ્પ સહી કરી શકે છે. હજુ પ્રવેશ બંધીને પગલે લાગેલી આગ શાંત નથી પડી ત્યાં વધુ એક વિવાદીત આદેશ જારી કરીને ટ્રમ્પ નવો વિવાદ જગાવશે.
ટ્રમ્પ આ કાયદો ધર્મની સ્વતંત્રતાના નામે બનાવી રહ્યા છે પણ વાસ્તવમાં આ કાયદો ધર્મની સ્વતંત્રના નામે લોકોને કટ્ટરવાદ તરફ લઇ જશે. નિષ્ણાંતો માની રહ્યા છે કે એચ વન બી વિઝા, પ્રવેશ બંધી અને હવે નોકરીમાં ધર્મ ઘુસાડી ટ્રમ્પે અમેરિકામાંથી અન્ય ધર્મના લોકોને કાઢી મૂકવાનો કારસો ઘડી લીધો છે.
જો આ કાયદો અમલમાં આવ્યો તો ભારતીય હિંદુઓને પણ મોટો ફટકો પડશે કેમ કે કંપનીઓ હિંદુઓને પણ નોકરીએ રાખવાનો ઈન્કાર કરી શકશે. આમ ભારતીયો માટે પણ મોટો ખતરો છે. કંપનીઓ અને સંગઠનો ધર્મના નામે લોકોને પસંદ કરશે તો પહેલી પસંદગી અમેરિકામાં બહુમતી ધરાવતા ક્રિશ્ચિયન લોકોની જ થશે.
આ કાયદો પણ મુસ્લિમોને નિશાન બનાવીને બનાવાયો હોવાનું સ્પષ્ટ છે. એસ્ટાબ્લિશિંગ અ ગવર્મેન્ટ-વાઇડ ઇનિશિએટિવ ટુ રિસ્પેક્ટ રીલિજિયસ ફ્રીડમ નામ આપવામાં આવ્યું છે. આ કાયદો અમલમાં આવે તો અમેરિકામાં બહુમતી ખ્રિસ્તી લોકોને જ નોકરીઓ મળશે તેવી સ્થિતી સર્જાશે.
ટ્રમ્પે આ કાયદાનો અમલ કરવા માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને આવતા અઠવાડિયે ટ્રમ્પ તેના પર સહી કરે એ સાથે જ તેનો અમલ શરૂ થશે. આ કાયદાનો અર્થ એ થાય કે અમેરિકાની કોઈ પણ કંપની કે સંસ્થાને નોકરી માગનાર વ્યક્તિના ધર્મ સામે વાંધો હોય તો તેને નોકરી આપવાનો ઈન્કાર કરી શકે.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 7 મુસ્લિમ દેશોના નાગરીકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો તેના કારણે મચેલો હોબાળો શાંત નથી પડયો ત્યાં ટ્રમ્પે વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર અમેરિકાની કંપનીઓ અને સંસ્થા કોઈ પણ વ્યક્તિને ધર્મના નામે નોકરી આપવાની ના પાડી શકશે.
ગુલામ અને ગરીબ સિંગાપોર આટલું સમૃદ્ધ કેવી રીતે બન્યું? જાણો સિંગાપોરનો ઇતિહાસ શું છે
દોડતી વખતે હૃદયના ધબકારા કેમ વધે છે? જાણો તમારા જીવન સાથે જોડાયેલ આ ખાસ વાત
કેમ કેન્ડલ લાઈટ ડિનર રોમેન્ટિક માનવામાં આવે છે? જાણો તેનું કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતના આ રાજ્યની સરકાર જો માતા-પિતાની કાળજી લેવામાં ન આવે તો 'સજા' આપે છે, જાણો તે કયું રાજ્ય છે
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ