(Source: ECI/ABP News/ABP Majha)
સપનામાં જો આ 5 વસ્તુઓ દેખાય તો થઇ જાવ સાવધાન, આ અશુભ ઘટનાના આપે છે સંકેત
Dream Astrology: સ્વપ્નશાસ્ત્રમાં સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનું મહત્વ દર્શાવવામં આવ્યું છે. સપનામાં જો આ વસ્તુ દેખાય તો શુભ સંકેત નથી મનાતા.
Dream Astrology and Dream Analysis:સ્વપ્નશાસ્ત્રમાં સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનું મહત્વ દર્શાવવામં આવ્યું છે. સપનામાં જો આ વસ્તુ દેખાય તો શુભ સંકેત નથી મનાતા.
સ્વપ્નશાસ્ત્ર મુજબ સપનામાં દેખાતી કેટલીક વસ્તુ ભવિષ્યમાં ઘટનાર શુભ અને અશુભ ઘટનાના સંકેત આપે છે. જેથી સપનામાં આવતી કેટલી વસ્તુનો ગૂઢાર્થ જાણવો જરૂરી છે.
સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનો અર્થ ખૂબ જ ગંભીર અને ગહન હોય છે. જેથી તેના સંકેત જાણવા જરૂરી છે. સપનામાં દેખાતી વસ્તુનો અર્થ જાણવો જરૂરી છે. કેટલીક વસ્તુઓ એવી છે. જે સપનામાં દેખાય તો તેનો સંકેત શુભ નથી મનાતો.તો આ ચીજો વિશે જાણીએ
પૂરનું પાણી જોવું
સપનામાં જો પૂરનું પાણી જોવા મળે તો તેને શુભ ન માનવું જોઇએ.સપનામાં ઘસમસતા પાણી અશુભ ઘટનાનો સંકેત આપે છે. તેનો અર્થ એવો છે કે આપને કોઇ ખરાબ ખબર મળી શકે છે.
સ્નાન
જો આપ સપનામાં ખુદને ગંદા પાણીથી સ્નાન કરતા જુઓ છો તો આ પણ શુભ સંકેત નથી. આવું સપનુ ભવિષ્યમાં થનાર દુર્ઘટના અને હાનિના સંકેત આપે છે.
ખોટા કાર્ય
સપનામાં અનૈતિક સંબંધ બનાવવો પણ અશુભ છે. જો આ સંબંધિત કોઇ પણ સપનું આવે તો તે અણધારી ગંભીર મુશ્કેલીના સંકેત આપે છે. તેનાથી સાવધાની થઇને સાવધાની પૂર્વક કર્મ કરવાનું સૂચવે છે.
સાંપનું કાટવું
સ્વપનશાસ્ત્ર મુજબ સાંપનો ડંખ મારવો પણ શુભ નથી. જો આપને સાંપ કરડતો હોય તેવું કોઇ સપનુ આવે તો તે પણ જિંદગીમાં ઘટનાર અશુભ ધટનાના સંકેત આપે છે. સ્વપનશાસ્ત્ર મુજબ જો આવું સપનું આવે તો તે કોઇ બીમારીના સંકેત આપે છે.
મૃતદેહ
સ્વપનશાસ્ત્ર મુજબ જો આપ સપનામાં કોઇની પણ ડેડબોડી જુઓ છો તે. પણ અશુભ સંકેત છે. આ સપના કોઇ પ્રિયજન કે સ્વજનના મૃત્યુનો સંકેત આપે છે. સપનામાં કાતર જોવી પણ અશુભ મનાય છે. જે વાદ વિવાદ, સંઘર્ષ, કોર્ટ કચેરીના સંકેત આપે છે.