સમુદ્ર શાસ્ત્ર: ભાગ્યશાળી હોય છે એ યુવતીઓ જેના શરીરમાં અહીં હોય છે તલ
Lucky Moles On Girl Body: સમુદ્ર શાસ્ત્ર મુજબ સ્ત્રીના શરીરમાં જો અમુક જગ્યાએ તલ હોય તો તે ભાગ્યશાળી ગણાય છે.
Lucky Moles On Girl Body: સમુદ્ર શાસ્ત્ર મુજબ સ્ત્રીના શરીરમાં જો અમુક જગ્યાએ તલ હોય તો તે ભાગ્યશાળી ગણાય છે.
સ્ત્રી કે પુરુષ દરેકના શરીરમાં મોટાભાગે એકાદ તલ તો હોય જ છે. જો શરીરમાં અમુક જગ્યાએ તલ હોય તો તે શુભ મનાય છે. પુરૂષના શરીરમાં જમણી બાજુ શરીરમાં તલ હોય તો તે શુભ મનાય છે.
તો મહિલાના ડાબી બાજુના અંગમાં તલ હોય તો તે શુભ હોય છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ કેટલાક તલ ભાગ્ય ચમકાવનાર હોય છે. તો કેટલીક જગ્યાએ તલ જીવનમાં મુશીબતો અને પીડાનો સંકેત આપે છે. તો સમજીએ સ્ત્રીના શરીરમાં કઇ જગ્યાએ તલ હોય તો તે શુભ મનાય છે.
સમુદ્ર શાસ્ત્ર મુજબ જે ચુવતીઓના કપાળની વચ્ચોવચ જો તલ હોય તો તે શુભ મનાય છે. આવી વ્યક્તિ ભાગ્યશાળી હોવાના સંકેત આપે છે. આવી વ્યક્તિ જે પણ ક્ષેત્રમાં પ્રયાસ કરે તેને સફળતા અવશ્ય મળે છે.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો યુવતીની ભમરની આસપાસ તલ હોય તો તે શુભ ગણાય છે.આવી યુવતીને ખૂબજ સમૃદ્ધ જીવન સાથી મળે છે.જે યુવતીના ડાબા કે જમણા કોઇ પણ આઇબ્રો પર તલ હોય તો તે ખુદ ખૂબ પૈસા કમાઇ છે. તેમને દરેક જગ્યાએ ધનલાભ થાય છે. જો કે આવી વ્યક્તિ ખૂબ ખર્ચ કરે છે અને કમાયેલા પૈસા ઉડાવી પણ દે છે.
સમુદ્ર શાસ્ત્ર મુજબ જે મહિલાના ખભા પર તલ હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમના સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા મળે છે. માન સન્માનમાં વૃદ્ધિ થતી રહે છે. તે દરેક ક્ષેત્રમાં નામના મેળવે છે અને આવી વ્યક્તિને આગળ વધવાની તકો મળે છે અને કામની ક્યારેય કમી નથી રહેતી.
યુવતીના હાથમાં કે બગલમાં તલ હોય તો તે જીવનમાં ઉચ્ચ પદને પ્રાપ્ત અવશ્ય કરે છે. નાભી કે પેટમાં તલ હોવો પણ સુખ સંપત્તિના સંકેત આપે છે.