શોધખોળ કરો

Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!

18 ઓગસ્ટ 2026ના રોજ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક અને બુધના નક્ષત્ર 'અશ્લેષા'માં પ્રવેશ કરશે. દેવગુરુનું આ મહાગોચર મિથુન, કર્ક, મેષ અને ધનુ રાશિના લોકો માટે કોઈ મોટા વરદાનથી કમ સાબિત નહીં થાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઓગસ્ટ 2026માં ગુરુ કર્ક-અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશશે, જે અત્યંત શુભ છે.
  • મિથુન, કર્ક રાશિને આર્થિક, કરિયરમાં મોટો લાભ થશે.
  • મેષને ઘર-વાહન, ધનુને પૈતૃક સંપત્તિ, વીમાથી લાભ થશે.

Jupiter Nakshatra Transit 2026: જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ)નું રાશિ અને નક્ષત્ર પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી 18 ઓગસ્ટ 2026 ના રોજ આકાશમંડળમાં એક ખૂબ જ શુભ અને મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ગુરુ પોતાની ઉચ્ચ ગણાતી 'કર્ક' રાશિમાં અને ગ્રહોના રાજકુમાર બુધના નક્ષત્ર 'અશ્લેષા'માં ગોચર (પ્રવેશ) કરવા જઈ રહ્યો છે. 19 ઓગસ્ટથી આ મહાગોચરની અસર તમામ રાશિઓ પર સ્પષ્ટપણે જોવા મળશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમયગાળો જબરદસ્ત ફળદાયી રહેશે.

કર્કમાં ગુરુનો આ અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત શુભ છે. આ ગોચરની સીધી અસરથી ઘર-પરિવારનું સુખ, માતા સાથેનો સંબંધ, ભાવનાત્મક સુરક્ષા અને જમીન-મિલકતને લગતી બાબતો સકારાત્મક રીતે સક્રિય થશે.

ચાલો જાણીએ કે ગુરુનું આ નક્ષત્ર ગોચર કઈ રાશિઓના ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે:

મિથુન રાશિ: આવકના નવા સ્ત્રોત ખુલશે

મિથુન રાશિના લોકો માટે ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન બખ્ખાં કરાવી દેશે. આ સમયગાળામાં તમને પૈસા, પરિવાર અને વાણીના મામલામાં અદભુત લાભ મળી શકે છે. ગુરુ તમારા બીજા ભાવમાં (ધન ભાવમાં) પ્રભાવ પાડશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને કમાણીના નવા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગશે. એટલું જ નહીં, આ સમયે તમારી વાણીમાં એક અલગ જ આકર્ષણ હશે, જેના કારણે ઓફિસ કે કાર્યક્ષેત્રમાં અન્ય લોકોનો પૂરેપૂરો સહયોગ મેળવવામાં તમે સફળ રહેશો.

કર્ક રાશિ: માન-સન્માન અને કરિયરમાં ઉછાળો

ગુરુનું આ ગોચર કર્ક લગ્નમાં જ થઈ રહ્યું છે, તેથી આ રાશિના લોકો માટે સમય એકદમ સોનેરી રહેશે. કાર્યક્ષેત્રે તમારી વાતનું વજન વધશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે. સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠામાં મોટો વધારો થશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે, નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથમાં લેવાનું વિચારી રહ્યા છે, તેમને આ સમયમાં શ્રેષ્ઠ તકો અને જ્વલંત સફળતા મળશે.

આ પણ વાંચોઃ વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત

મેષ રાશિ: નવું ઘર કે વાહન ખરીદવાનું સપનું પૂરું થશે

મેષ રાશિના જાતકો માટે અશ્લેષા નક્ષત્રમાં ગુરુનો આ પ્રવેશ તેમના ચોથા ભાવમાં થવા જઈ રહ્યો છે. ચોથો ભાવ ઘર, મિલકત અને વાહન સુખનો ગણાય છે. તેથી, જો તમે લાંબા સમયથી પોતાનું નવું ઘર ખરીદવાનું, કોઈ પ્લોટ લેવાનું કે નવું વાહન (કાર) ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમયગાળો તમારી એ ઈચ્છાઓ પૂરી કરી શકે છે. પ્રોપર્ટીને લગતા કામોમાં તમને ખૂબ સારી પ્રગતિ જોવા મળશે.

ધનુ રાશિ: અટવાયેલા પૈસા અને સંપત્તિથી મોટો લાભ

ધનુ રાશિ માટે ગુરુ તેમના આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમને પૂર્વજોની કોઈ મિલકતમાંથી મોટો આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે. આ ઉપરાંત વીમા (ઈન્સ્યોરન્સ), લાંબા ગાળાના રોકાણ અથવા વર્ષોથી અટવાયેલી આર્થિક બાબતોમાં તમને અચાનક મોટો ફાયદો થઈ શકે છે. જો જમીન-મિલકતનો કોઈ જૂનો વિવાદ ચાલતો હશે, તો તેનો સકારાત્મક ઉકેલ આવી શકે છે. સાથે જ, આ સમય દરમિયાન વિદેશ યાત્રાએ જવાના માર્ગ પણ ખુલી શકે છે.

આ પણ વાંચોઃ 17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!

Frequently Asked Questions

ગુરુનું નક્ષત્ર ગોચર ક્યારે થવાનું છે?

દેવગુરુ બૃહસ્પતિનું નક્ષત્ર ગોચર 18 ઓગસ્ટ 2026 ના રોજ થશે. આ સમયે ગુરુ 'કર્ક' રાશિમાં અને 'અશ્લેષા' નક્ષત્રમાં પ્રવેશ કરશે.

ગુરુના અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશની મુખ્ય અસરો શું હશે?

આ ગોચરથી ઘર-પરિવારનું સુખ, માતા સાથેના સંબંધો, ભાવનાત્મક સુરક્ષા અને જમીન-મિલકતને લગતી બાબતો સકારાત્મક રીતે સક્રિય થશે. તે જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે.

મિથુન રાશિના લોકોને આ ગોચરમાંથી કયા લાભ મળશે?

મિથુન રાશિના જાતકોને પૈસા, પરિવાર અને વાણીના મામલામાં લાભ મળશે. તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કમાણીના નવા રસ્તાઓ ખુલશે, તેમજ વાણીમાં આકર્ષણ વધશે.

કર્ક રાશિ માટે ગુરુનું આ ગોચર કેવું રહેશે?

કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સોનેરી રહેશે. કાર્યક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે અને નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવા માટે શ્રેષ્ઠ તકો મળશે. સમાજમાં માન-સન્માનમાં પણ વધારો થશે.

ધનુ રાશિના લોકોને ગુરુના આ ગોચરથી શું ફાયદો થશે?

ધનુ રાશિને પૂર્વજોની મિલકતમાંથી મોટો લાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા કે રોકાણમાંથી ફાયદો થશે. જૂના વિવાદો ઉકેલાશે અને વિદેશ યાત્રાના માર્ગ પણ ખુલશે.

Advertisement

ટોપ સ્ટોરી

કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
Dhanteras 2026 : ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે? જાણો ખરીદી બાદના વિધિ વિધાન
Dhanteras 2026 : ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે? જાણો ખરીદી બાદના વિધિ વિધાન
Dhanteras 2026: ધનતેરસના અવસરે રાશિ મુજબ કરો ખરીદી, સમૃદ્ધિમાં થશે તેર ગણી વૃદ્ધિ
Dhanteras 2026: ધનતેરસના અવસરે રાશિ મુજબ કરો ખરીદી, સમૃદ્ધિમાં થશે તેર ગણી વૃદ્ધિ
Bomb Threat: ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સઘન ચેકિંગ શરૂ
Bomb Threat: ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સઘન ચેકિંગ શરૂ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
Embed widget