Horoscope Today 9 July 2022: મેષ, મિથુન, મકર અને કુંભ રાશિના જાતકો આ ચીજોથી રહે દૂર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Horoscope 9 July 2022, Aaj Ka Rashifal: આજે ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે સ્વાતિ નક્ષત્ર છે. આવો જાણીએ કેવો રહેશે આજનો દિવસ.
Horoscope Today 9 July 2022, Aaj Ka Rashifal, Daily Horoscope: પંચાંગ અનુસાર, આજે 9મી જુલાઈ 2022, શનિવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિ છે અને સિદ્ધ યોગ છે. આજે ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે સ્વાતિ નક્ષત્ર છે. આવો જાણીએ કેવો રહેશે આજનો દિવસ.
મેષઃ- આજના દિવસની શરૂઆત કરતાં પહેલા રણનીતી બનાવો. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પુરા કરવા. આરોગ્ય સાચવવું. વિવાહને લઈ વાતચીત થઈ શકે છે.
વૃષભઃ- આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
મિથુનઃ- આજના દિવસે કાર્યોને પ્રોફેશનલ રીતે કરજો. આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, એકાઉન્ટીંગક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. સ્વાસ્થ્યને લઈ સતર્ક રહેજો. વ્યાયામમાં આળસ ન કરતાં. બહેન સાથે સમય પસાર કરજો.
કર્કઃ- આજના દિવસે બીજાની મદદ માટે તત્પર રહેજો. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીયક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.
સિંહઃ- આજે કોઈ મદદ માટે હાથ લંબાવે તો નિઃસંકોચ મદદ કરજો.. નાણાંકીયક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. ઓફિશિયલ કાર્યોમાં એડી ચોટીનું જોર લગાવવું પડશે. દવા અને દિનચર્યામાં સજાગતા રાખજો. મનમાં કોઈ વાતને લઈ ચિંતા હોય તો મિત્રો સાથે શેર કરજો.
કન્યાઃ- આજના દિવસે સકારાત્મક રહેજો. પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્ષ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું. પારિવારિક માહોલ સારો રહે.
તુલાઃ- આજના દિવસે આ રાશિના જાતકોની સ્થિતિ સકારાત્મક છે. વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ. પ્રતિષ્ઠા વધે. સાચુ ખોટુ પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.
વૃશ્ચિકઃ- આજના દિવસે બીજાને મદદ કરવા તત્પર રહેજો. ગ્રહોની સ્થિતિ સકારાત્મક છે. બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે, આવક વધતાં આનંદ જળવાય.
ધનઃ- આજના દિવસે મેનેજમેન્ટ ક્ષમતાનો પ્રયોગ કરજો. બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો. વડીલો સાથે સમય વ્યતીત કરજો.
મકરઃ- આજના દિવસે માનસિક રીતે ભાર રહેશે. ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય. ઘરમાં સકારાત્મક માહોલ રહે.
કુંભઃ- આજના દિવસે ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે. ગ્રહોની નકારાત્મક સ્થિતિ માતાનું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે.
મીનઃ- આજના દિવસે કારણ વગરની ચિંતા પરેશાન કરી શકે છે. બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આનંદમાં પણ વધારો થાય. ઓફિસથી પરત ફર્યા બાદ સભ્યો સાથે સમય વ્યતીત કરો.