શોધખોળ કરો

રાશિફળ 31 માર્ચ, 2021ઃ આજે છે સંકષ્ટ ચતુર્થી, આ રાશિના જાતકોને થઈ શકે છે આકસ્મિક ધનલાભ, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today Horoscope: આજે ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ ત્રીજની તિથિ છે. આજે સંકષ્ટી ચતુર્થી છે.  ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે કરેલા પ્રયાસોથી સફળતા મળશે. મહિલાએ ક્રોધ પર કાબુ રાખવો. સાસરિયામાં કોઈ સાથે વિવાદની આશંકા છે. કુળમાં કોઈ નવા મહેમાનના આવવાના સમાચાર મળશે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે બિનજરૂરી વસ્તુઓમાં રોકાણ કરવાથી બચજો. ઓફિસમાં જો પૈસાનો હિસાબ રાખતા હો તો નાની બેદરકારી પરેશાનીમાં નાંખી શકે છે. આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે.

મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે કારણ વગરના વિચારો તમને પરેશાન કરી શકે છે. જે લોકોનો જન્મદિવસ હોય તે ગરીબ પરિવારને ક્ષમતા અનુસાર ચીજોનું દાન કરી શકે છે.

કર્ક  (ડ.હ.) આજના દિવસે પોતાની જાતને રિફ્રેશ કરવા મિત્રો સાથે ગપશપ કરજો. મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળી શકે છે. પરિવારમાં ધાર્મિક કાર્યને કરવા તમામ સભ્યોનો સહયોગ મળશે.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે નિયમબદ્ધ રીતે બપોર સુધીમાં લગભગ તમામ કાર્યો પૂરા કરીશો. નોકરીમાં પરિવર્તનને લઈ ઉતાવળે મોટા નિર્ણય લેવાથી બચજો. કોઈ કારણોસર મિત્ર નારાજ થશે. જેનાથી સંબંધ બગડી શકે છે.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે વિચારીને કરવામાં આવેલા કાર્યોનો ભવિષ્યમાં લાભ મળશે. પરિવારમાં એકબીજા પર વિશ્વાસ જાળવી રાખજો.

તુલા   (ર.ત.)  આજના દિવસે જે લોકો સરકારી નોકરી મેળવવા પ્રયત્ન કરતાં હોય તેમણે ગણેશજીની આરાધના કરવી જોઈએ. કારોબારમાં નવા પ્રસ્તાવ મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે  શક્તિ તથા સ્ફૂર્તિ કાર્યોને પૂર્ણ કરવામાં મદદગાર બનશે. ઓફિસમાં ઉપરી અધિકારીએ બતાવેલા કાર્યોમાં ઢીલાશ ભારે પડી શકે છે. ઘરેલું સમસ્યાને લઈ પરેશાન હો તો તેને ઉકેલજો.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે આકસ્મિક ધન લાભની સંભાવના છે. પૈતૃક સંપત્તિને લઈ વિવાદ અથવા સંપત્તિ વિભાજન થઈ શકે છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે દિલની વાત શેર કરજો.

મકર  (ખ.જ.)  આજના દિવસે પરિવાર સાથે વાત કરતી વખતે વાણીમાં મધુરતા ચોક્કસ રાખજો. આકરા શબ્દો દિલ દુભાવી શકે છે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજનો દિવસ આત્મ વિશ્વાસથી ભરપૂર રહેશે. પરંતુ જોખમભર્યા રોકાણથી બચજો. પરિવારજનો સાથે સૌમ્ય વ્યવહાર રાખજો. ક્રોધ પર નિયંત્રણ રાખજો અને મહિલાઓનું સન્માન કરજો.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે આર્થિક વિષયોને લઈ કઈંક વિચાર કરવો પડી શકે છે. નોકરિયાતને પગાર વધારો થઈ શખે છે. પરિવારનો સહયોગ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget