શોધખોળ કરો

Raksha Bandhan 2026: રક્ષાબંધનના અવસરે ગ્રહણ અને ભદ્રા વિશે આ વાત જાણવી જરૂરી

રક્ષાબંધન 2026: રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આજે 28 ઓગસ્ટ, શુક્રવારે શ્રાવણ પૂર્ણિમાના દિવસે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે ભદ્રા અને ચંદ્રગ્રહણનો અવરોધ નહીં હોવાથી બહેનો શુભ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધી શકશે. ખાસ વાત એ છે કે ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનું ન હોવાથી ગ્રહણનું સૂતક પણ માન્ય રહેશે નહીં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૮ ઓગસ્ટે રક્ષાબંધન, ચંદ્રગ્રહણ-ભદ્રાનો કોઈ અવરોધ નથી.
  • ભારતમાં ચંદ્રગ્રહણ દેખાશે નહીં, તેથી સૂતક માન્ય નથી.
  • પૂજા-વિધિઓ નિર્વિઘ્ન, સવારે ૫:૫૭ થી ૯:૪૮ શુભ મુહૂર્ત.

રક્ષાબંધન 2026:28 ઓગસ્ટ, શુક્રવાર એટલે કે આજે  શ્રાવણ પૂર્ણિમા સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાઇ રહ્યો છે.  આ વર્ષે રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ કે ભદ્રાનો કોઈ અવરોધ નહીં હોવાથી બહેનો નિર્ધારિત શુભ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધી શકશે. સાથે જ અંબાજી સહિતના મોટા ધાર્મિક સ્થળોએ ભક્તોને નિયમિત રીતે દર્શનનો લાભ પણ  મળશે.

 

જાણીતા જ્યોતિષાચાર્ય ચેતન પટેલના જણાવ્યા અનુસાર, 28 ઓગસ્ટની રાત્રે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ ગણાશે અને કેટલીક જગ્યાએ ચંદ્રનો રંગ લાલાશ પડતો દેખાવાને કારણે તેને ‘બ્લડ મૂન’ જેવી ઘટના તરીકે પણ જોવામાં આવશે. જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દૃશ્યમાન નહીં હોવાથી ભારતમાં તેનો ધાર્મિક સૂતક કે વેધ માન્ય રહેશે નહીં.

ભારતમાં સૂતક લાગુ નહીં પડે

તેમણે જણાવ્યું કે, વૈદિક પરંપરા મુજબ જે વિસ્તારમાં ગ્રહણ દૃશ્યમાન ન હોય ત્યાં સામાન્ય રીતે ગ્રહણનો સૂતક કાળ ધાર્મિક રીતે માન્ય ગણાતો નથી. તેથી ભારતમાં રક્ષાબંધનના દિવસે ગ્રહણના કારણે પૂજા-પાઠ, મંદિરમાં દર્શન, આરતી, ભોગ તથા અન્ય ધાર્મિક વિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

આ ઉપરાંત ખાવા-પીવા અંગે પણ ગ્રહણના નામે કોઈ વિશેષ રોકાણ લાગુ પડશે નહીં. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને બદલે શાસ્ત્રીય નિયમો અને સ્થાનિક પંચાંગને પ્રાધાન્ય આપવા અપીલ કરી છે.

સતત બીજા વર્ષે ભદ્રાનો અવરોધ નહીં
આ વર્ષે રક્ષાબંધન પર બીજી મહત્વની બાબત એ છે કે, ભદ્રા સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે. એટલે રાખડી બાંધવામાં ભદ્રાનો અવરોધ રહેશે નહીં. નોંધનિય છે કે, 2025માં પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી. આમ, 2026માં સતત બીજા વર્ષે રક્ષાબંધન ભદ્રાના અવરોધ વિના ઉજવાશે.

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો જણાવાયેલો શુભ સમય સવારે 5:57થી 9:48 વાગ્યા સુધી રહેશે. બહેનો આ સમયગાળામાં ભાઈને રાખડી બાંધીને આરતી કરી શકે છે અને પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરી શકે છે.

આ પણ વાંચો: Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરથી 3 રાશિઓની ચમકશે કિસ્મત, શનિ-ગુરુ આપશે બમ્પર ધન લાભ!

શ્રાવણ પૂર્ણિમાએ ધાર્મિક કાર્યોનું વિશેષ મહત્ત્વ

ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે, શ્રાવણ માસ ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ સમયગાળામાં મહામૃત્યુંજય જપ, રુદ્રાભિષેક, શિવપૂજન, વૃક્ષારોપણ તથા જરૂરિયાતમંદોને દાન જેવા સાત્વિક કાર્યોનું ધાર્મિક મહત્ત્વ વધે છે.

આમ, 28 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનનો તહેવાર ચંદ્રગ્રહણના સૂતક તથા ભદ્રાના અવરોધ વિના ઉજવી શકાશે. અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ ભક્તો નિયમિત રીતે દર્શન અને પૂજા-અર્ચનાનો લાભ લઈ શકશે.

જ્યોતિષી ચેતન પટેલે અંતમાં જણાવ્યું કે, “ગ્રહણ અંગેની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. ભારતમાં ચંદ્રગ્રહણ દૃશ્યમાન ન હોવાથી રક્ષાબંધનના દિવસે સૂતક માન્ય નથી. શાસ્ત્રીય નિયમોને સમજીને ભક્તોએ શ્રદ્ધા અને આનંદપૂર્વક તહેવારની ઉજવણી કરવી જોઈએ.

- જ્યોતિષાચાર્ય, ચેતન પટેલ

Frequently Asked Questions

રક્ષાબંધન 2026 ક્યારે છે અને તેના પર કોઈ અવરોધ છે?

રક્ષાબંધન 2026 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવાશે. આ વર્ષે ચંદ્રગ્રહણ કે ભદ્રાનો કોઈ અવરોધ નથી, જેથી બહેનો નિર્ધારિત શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકશે. અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ નિયમિત દર્શનનો લાભ મળશે.

રક્ષાબંધન પર થનારા ચંદ્રગ્રહણની ભારતમાં શું અસર થશે?

28 ઓગસ્ટની રાત્રે આંશિક ચંદ્રગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં દૃશ્યમાન નથી. આથી ભારતમાં તેનો ધાર્મિક સૂતક કે વેધ લાગુ નહીં પડે. પૂજા-પાઠ, દર્શન અને ખાવા-પીવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

રક્ષાબંધન 2026 પર ભદ્રાનો સમય શું છે અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે?

આ વર્ષે ભદ્રા સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે, તેથી રાખડી બાંધવામાં તેનો અવરોધ રહેશે નહીં. રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:57થી 9:48 વાગ્યા સુધી રહેશે.

ટોપ સ્ટોરી

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
રાહુ 5 ડિસેમ્બરે શનિની રાશિ, મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્રના ઘરે આવવાથી ત્રણ રાશિઓ માટે ખૂલશે પ્રગતિના દ્વાર
રાહુ 5 ડિસેમ્બરે શનિની રાશિ, મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્રના ઘરે આવવાથી ત્રણ રાશિઓ માટે ખૂલશે પ્રગતિના દ્વાર
Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ
Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
Embed widget