શોધખોળ કરો
Advertisement
રાશિફળ 18 જાન્યુઆરીઃ આજે આ રાશિના લોકો ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું રાશિફળ
Today Horoscope: ચંદ્ર આજે મીન રાશિમાં રહેશે. આજે કેટલીક રાશિએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણકે લાભની સાથે હાનિનો યોગ બને છે.
આજનું રાશિફળઃ આજે પોષ સુદ પાંચમ છે. ચંદ્ર આજે મીન રાશિમાં રહેશે. આજે કેટલીક રાશિએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણકે લાભની સાથે હાનિનો યોગ બને છે.
મેષ (અ.લ.ઇ.) : આજે પોતાની કમી દૂર કરવાનો યોગ્ય સમય છે. વિચારોને નવો મોડ આપો અને સકારાત્મક ઉર્જા સાથે કાર્યશૈલીમાં ગુણાત્મક વધારો કરજો.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે વ્યવહાર અને વાણીમાં વિનમ્રતા રાખજો. પરિવારના સભ્યોની મદદથી ધાર્મિક કાર્યો કરી શકશો. પરિવારમાં કઇ બેઠક ચાલતી હશે તો વડિલોને જવાબ આપવો મુશ્કેલીમાં મુકી શકે છે.
મિથુન (ક.છ.ઘ.) કામકાજમાં તણાવ જોવા મળી શકે છે. મહામારીને જોતાં સંક્રમણ પ્રત્યે સતર્ક રહો. પરિવારમાં તમારા નિર્ણય અને વ્યવહારના કારણે પ્રતિષ્ઠા વધશે.
કર્ક (ડ.હ.) આજના દિવસે આર્થિક યોજનાઓ બનાવતા પહેલા વિચારજો. પિતા સાથે વૈચારિક મતભેદ રહી શકે છે. પરંતુ મોટા નિર્ણયો લેવમાં તેમના સહમતિથી કામ કરવું લાભદાયક રહેશે.
સિંહ (મ.ટ.) આજે શારીરિક સ્ફૂર્તી બનાવી રાખવા એક્ટિવ રહેવાની જરૂર છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય થોડું ખરાબ થઈ શકે છે. પરિવારના બાકી સભ્યોનો સહયોગ મળશે. સુખ-શાંતિ રહેશે.
કન્યા (પ.ઠ.ણ.) આજે કોઇ સાથે વ્યર્થ મુદ્દા પર વિવાદ ન કરતાં. વાણી અને વ્યવહારમાં સંયમતા જાળવજો. કોઈપણ કામમાં વડીલોની સલાહ લેજો.
તુલા (ર.ત.) આજના દિવે માનસિક ચિંતામાં વધારો થશે. તેથી સકારાત્મક ઉર્જા જાળવી રાખજો. આજે કોઈની મદદ કકવાનો મોકો મળે તો ગુમાવતા નહીં. પરિવારમાં સન્માન વધશે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે માનસિક તણાવ ઘટતો નજરે પડી રહ્યો છે. કામનો બોજ હટાવો અને પરિવાર સાથે થોડ સમય વીતાવજો. સફળતાની સંભાવનાના આધારે વ્યસ્તતા વધારજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે અચાનક લડાઈ ઝઘડો વધવાની સંભાવના છે. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. પરિવાર સાથે યાત્રા પર જવાની યોજના બની શકે છે.
મકર (ખ.જ.) આજે સ્વમૂલ્યાંકનની જરૂર છે. કાર્યસ્થળ પર જવાબદારીનો બોજ વધી શકે છે. કોઇ નજીકના વ્યક્તિના કારણે ચિંતા થઈ શકે છે. ધીરજ સાથે પરિસ્થિતિનો સામનો કરજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે ઘરેલુ વિવાદને સૂઝબુઝથી ઉકેલજો. ખુદ પહેલ કરશો તો તમામનો સહયોગ અને સન્માન મળશે. કોઇ ગરીબને આજના દિવસે ભોજન કરાવવાથી પુણ્ય મળશે.
મીન (દ.ચ.ઝ.થ.) આજના દિવસે કોઇ પણ વ્યર્થ મુદ્દે ભ્રમિત ન થતાં. સકારાત્મક ઉર્જા જાળવી રાખજો. ઘરમાં વડીલો અને બાળકોના સ્વાસ્થ્યને લઇ સતર્ક રહો. સભ્યોનો સહકાર મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement