શોધખોળ કરો

Horoscope Today 5 March 2022: શનિદેવ થઈ શકે છે નારાજ, ન કરો આ કામ, જાણો તમામ રાશિનું રાશિફળ

Horoscope Today 5 March 2022, Daily Horoscope: મેષ, મકર અને સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વિશેષ છે.

Horoscope Today 5 March 2022, Daily Horoscope: પંચાગ અનુસાર આજે 5 માર્ચ 2022 શનિવારને ફાગણ સુદ ત્રીજની તિથિ છે. આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે કેટલીક રાશિએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આ દિવસે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે રેવતી નક્ષત્ર છે. આવો જાણીએ કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ.

આજના દિવસે તમારી ધારણા મુજબ કામ ન થતાં માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઇચ્છિત આવકની પ્રાપ્‍તી અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા, માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભ.
આજના દિવસની શરૂઆત થોડા માનસિક તણાવ સાથે થઈ શકે છે. આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂ, મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં અેકરાગિતા રહે. ભાગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં રાહત.

મિથુન.
આજના દિવસે માનસિક ચિંતા વધશે, તેમાંથી બહાર નીકળવા સ્વયં માર્ગ શોધો. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઇ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્ક.
ગ્રહોની સ્થિતના કારણે દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં  પ્રેમ જળવાય.

સિંહ.
આજના દિવસે મહત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું પણ એક પ્રકારનો લાભના રૂપમાં છે. ઓફિસમાં સહક્રમીઓના સહયોગ અને સ્નેહથી ઓફિશિયિલ વાતાવરણ પ્રફૂલિત રહેશે.આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી, કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યા.
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય.  પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.

તુલા.
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિક.
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધન.
નાણાંકીય આવક વધતી જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારૂં. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકર.
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્‍ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ્સ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભ.
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય આવકનું પાસ‌ુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીન.
 આજે નવી જવાબદારી આવી શકે છે. પ્રભુ ધ્યાન અને પૂજા અર્ચનાથી લાભ થશે. મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધન પ્રાપ્‍તીના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના-ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા  દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય. માતા-પિતાની વાતોની અવગણનાથી વિવાદ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget