શોધખોળ કરો

તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ

17 ઓક્ટોબર 2026ના રોજ સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. આ સૂર્ય ગોચર તમારી કારકિર્દી, આર્થિક સ્થિતિ અને અંગત જીવન પર કેવી અસર પાડશે તે અંગેની સંપૂર્ણ વિગતો જાણો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્ય ૧૭ ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે, તુલા સંક્રાંતિ.
  • તુલા સૂર્યની નીચ રાશિ હોવાથી આ ગોચર મહત્વનું મનાય છે.
  • સૂર્ય ૧૬ નવેમ્બર સુધી તુલામાં રહેશે, દરેક રાશિને ભિન્ન અસર.

Tula Sankranti 2026: જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગ અનુસાર, આગામી 17 ઓક્ટોબર, 2026 ના રોજ શનિવારે સાંજે 7:57 વાગ્યે સૂર્યદેવ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યના આ ગોચરને તુલા સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યદેવ 16 નવેમ્બર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે.

જ્યોતિષીય દૃષ્ટિએ આ ગોચર ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે કારણ કે તુલા એ સૂર્યની નીચ રાશિ છે. સામાન્ય રીતે સૂર્યને સત્તા, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને પ્રતિષ્ઠાનો કારક ગ્રહ માનવામાં આવે છે.

પરંતુ, સૂર્ય નીચ રાશિમાં હોવાનો અર્થ એવો બિલકુલ નથી કે દરેક રાશિના જાતકોને માત્ર નુકસાન જ થશે. જન્મ કુંડળીમાં સૂર્યનું સ્થાન અને વર્તમાન દશાના આધારે દરેક રાશિ પર તેની અલગ અલગ અસર જોવા મળશે. ચાલો જાણીએ તમામ 12 રાશિઓ માટે આ સમયગાળો કેવો રહેશે.

મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિ પર પ્રભાવ

મેષ: આ સમયગાળા દરમિયાન સૂર્ય તમારી રાશિથી સાતમા ભાવમાં ગોચર કરશે. આ મહિને તમારે તમારા જીવનસાથી અને વ્યવસાયિક ભાગીદારો સાથે સાચવીને કામ લેવું પડશે. વાતચીત દરમિયાન તમારો સ્વર નમ્ર રાખો, જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય. કોઈપણ મતભેદને અહંકારનો મુદ્દો ન બનાવો.

વૃષભ: સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે, જે સ્પર્ધા અને અટકેલા કાર્યો પૂરા કરવા માટે ખૂબ જ સાનુકૂળ છે. ઓફિસમાં તમારી યોગ્યતા સાબિત કરવાની સારી તક મળશે. જોકે, ઓફિસના રાજકારણથી દૂર રહેવું અને તમામ કામનો રેકોર્ડ રાખવો હિતાવહ છે. લોન કે હપ્તાની ચુકવણી સમયસર કરી દેવી.

મિથુન: તમારી રાશિથી સૂર્ય પાંચમા ભાવમાં રહેશે. વિદ્યાર્થીઓ, પ્રેમીઓ અને રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આ સમય મહત્વનો છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. કોઈ મિત્ર કે પરિચિતની દેખાદેખીમાં મોટું આર્થિક જોખમ લેવાનું અત્યારે ટાળજો.

કર્ક: સૂર્યનું ચોથા ભાવમાં ગોચર તમારા ઘર અને ઓફિસ વચ્ચે સંતુલન માંગશે. કૌટુંબિક ખર્ચાઓમાં અચાનક વધારો થઈ શકે છે. મકાન કે વાહનના સમારકામ પાછળ નાણાં ખર્ચતા પહેલા તમારું બજેટ ચોક્કસ ચકાસી લો. ઓફિસનું ટેન્શન ઘરે લાવીને પરિવારની શાંતિ ન ડહોળાય તેનું ધ્યાન રાખવું.

સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિનું રાશિફળ

સિંહ: તમારો રાશિ સ્વામી સૂર્ય ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જે તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. અટકેલા કામો ફરી શરૂ કરવા કે નવી દરખાસ્તો મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે. જોકે, નાના ભાઈ-બહેનો કે સહકર્મીઓ સાથે વાત કરતી વખતે ભાષામાં નમ્રતા જાળવી રાખવી.

કન્યા: બીજા ભાવમાં આવતો સૂર્ય તમારી વાણી અને આર્થિક બાબતો પર સીધી અસર કરશે. પરિવારમાં ખર્ચને લઈને નાનામોટા મતભેદ થઈ શકે છે. આવક અને જાવકનો સ્પષ્ટ હિસાબ રાખવાથી ફાયદો થશે. કાર્યસ્થળ પર કોઈના માટે કઠોર શબ્દોનો પ્રયોગ કરવાથી બચવું.

તુલા: સૂર્ય તમારી જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સમય દરમિયાન તમે તમારા સન્માન અને લોકોના વર્તન પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકો છો. કોઈની ટીકા સાંભળીને તરત જ આકરો પ્રતિભાવ આપવાનું ટાળો. કોઈને પણ મોટા વચનો આપતા પહેલા તમારી ક્ષમતાનો વિચાર ચોક્કસ કરજો.

વૃશ્ચિક: સૂર્ય 12મા ભાવમાં ગોચર કરશે. કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધી શકે છે. તમારા દ્વારા કરવામાં આવતા કામની જાણ તમારા ઉપરી અધિકારીઓને ચોક્કસ કરતા રહો. વિદેશી ગ્રાહકો સાથે કામ કરતા લોકોએ ડેડલાઇન અને દસ્તાવેજો બાબતે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

ધનુ, મકર, કુંભ અને મીન રાશિ માટે કેવો રહેશે સમય?

ધનુ: સૂર્યનું 11મા ભાવમાં ગોચર આર્થિક લાભ અને સહયોગ માટે ઉત્તમ માનવામાં આવે છે. જૂના સંપર્કો દ્વારા નવી તકો મળી શકે છે. પરંતુ યાદ રાખો કે માત્ર મૌખિક વાતો પર ભરોસો ન કરતા, કમિશન કે પેમેન્ટની વાતો લેખિતમાં જ કરવી. કોઈ વગદાર વ્યક્તિ પર આંખ બંધ કરીને નિર્ભર રહેવું યોગ્ય નથી.

મકર: સૂર્ય દસમા ભાવમાં રહેશે, જે તમારી કારકિર્દી અને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાવશે. ઓફિસમાં તમને કોઈ નવો અને પડકારજનક પ્રોજેક્ટ મળી શકે છે. કોઈપણ નવી જવાબદારી સ્વીકારતા પહેલા તમારી પાસે પૂરતા સંસાધનો અને સત્તા છે કે નહીં તેની સ્પષ્ટતા કરી લેવી.

કુંભ: નવમા ભાવમાં સૂર્યનું ગોચર પિતા, ગુરુ અને ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી બાબતોને સક્રિય કરશે. જો ઓફિસમાં સિનિયર સાથે કોઈ મતભેદ થાય, તો વ્યક્તિગત ટિપ્પણી કરવાને બદલે માત્ર મુદ્દા પર જ ચર્ચા કરવી. કોઈપણ લાંબી યાત્રા કે કોર્સમાં પૈસા રોકતા પહેલા તેના નિયમો અને શરતો ધ્યાનથી વાંચી લેવા.

મીન: સૂર્ય આઠમા ભાવમાં ગોચર કરશે. આ સમયગાળામાં વીમો, ટેક્સ, લોન અને સંયુક્ત નાણાકીય બાબતોની સમીક્ષા કરવી તમારા માટે ફાયદાકારક રહેશે. સંબંધોમાં શંકા કે વહેમના આધારે કોઈ પર સીધા આરોપ લગાવવાનું ટાળો. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા કરતા શાંતિથી અને વ્યવસ્થિત રીતે કામ કરવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી જ્યોતિષીય માન્યતાઓ અને ગણતરીઓ પર આધારિત છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)

Frequently Asked Questions

તુલા સંક્રાંતિ 2026 ક્યારે છે?

આગામી 17 ઓક્ટોબર, 2026 ના રોજ શનિવારે સાંજે 7:57 વાગ્યે સૂર્યદેવ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેને તુલા સંક્રાંતિ કહેવાય છે.

તુલા સંક્રાંતિ એટલે શું?

તુલા સંક્રાંતિ એટલે સૂર્યદેવનું તુલા રાશિમાં પ્રવેશ કરવું. જ્યોતિષીય દૃષ્ટિએ તે મહત્વનું છે કારણ કે તુલા એ સૂર્યની નીચ રાશિ છે.

સૂર્ય તુલા રાશિમાં કેટલો સમય રહેશે?

સૂર્યદેવ 17 ઓક્ટોબર, 2026 ના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 16 નવેમ્બર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે.

શું તુલા સંક્રાંતિની દરેક રાશિ પર સમાન અસર થશે?

ના, જન્મ કુંડળીમાં સૂર્યનું સ્થાન અને વર્તમાન દશાના આધારે દરેક રાશિ પર તેની અલગ અલગ અસર જોવા મળશે. નીચ રાશિમાં સૂર્ય હોવાનો અર્થ માત્ર નુકસાન નથી.

Advertisement

ટોપ સ્ટોરી

તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Advertisement

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget