Scorpio yearly Horoscope: બેફામ ખર્ચ તણાવ વધારી શકે છે, વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થવાના યોગ, જાણો વાર્ષિક રાશિફળ
Scorpio yearly Horoscope:વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરૂ તમારી રાશિથી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધામાં લાભ, સન્માન યશ પ્રતિષ્ઠા સાથે કાર્ય સફળતાના યોગ બની રહ્યો, ઘરમાં માંગલિક કાર્યો બની શકે છે.
Yearly Horoscope: વિક્રમ સંવત 2081નું વર્ષ કેવું વિતશે. આર્થિક, અને દાંપત્ય જીવન કેવું નિવડશે, આગામી વર્ષને લઇને દરેક લોકોને કોઇને કોઇ યોજના અને સપના હશે, આ વર્ષ આપના માટે શું લઇને આવશે. શું કહે છે. આપના ભાગ્યના સિતારા, જાણીએ વૃશ્ચિક રાશિનું વાર્ષિક વાર્ષિક રાશિફળ
વૃશ્ચિક રાશિ
વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરૂ તમારી રાશિથી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધામાં લાભ, સન્માન યશ પ્રતિષ્ઠા સાથે કાર્ય સફળતાના યોગ બની રહ્યો, ઘરમાં માંગલિક કાર્યો બની શકે છે.
તારીખ 14-5 2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી આઠમા સ્થાનમાં આવશે. જે શારીરિક તકલીફ આપી શકે છે. ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે છે. નોકરી વ્યવસાયમાં આકસ્મિક સમસ્યા થઈ શકે છે. એકંદરે સમય શાંતિથી પસાર કરવો.
વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી ચોથા સુખભાવે રહેશે, જે નુકશાની અને શત્રુતાના યોગ ઊભા કરી શકે છે, નોકરી, વ્યવસાય, ઘર પરિવારમાં વાદ વિવાદથી દૂર રહેવું જોઇએ. કોર્ટ કચેરીથી બચવું, નહીં તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડી શકે છે. શેર-શટા જેવા કાર્યોથી દૂર રહેવું, આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે
તા. 29-03 2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં રહેશે. જે આર્થિક બાબતો માટે અશુભ ગણાય છે. જે શારીરિક તકલીફો આપી શકે છે. સંતાન સંદર્ભે ચિંતા થઇ શકે છે. ખર્ચ પર કાબૂ રાખવો ધીરજ પૂર્વક સમય પસાર કરવો હિતાવહ છે
સ્ત્રીઓ માટે : આ વર્ષ સંઘર્ષ ભર્યું પસાર થઇ શકે છે. ઘર પરિવાર કે દાંપત્ય જીવનમાં વિવાદોથી દુર રહેવું પાચનની નાની-મોટી તકલીફ થઈ શકે છે. આર્થિક તંગી રહ્યાં કરે. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી,
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષની શરૂઆત ફાયદાકારક રહેશે. વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય તમારા કાર્યો સફળ થતાં જણાય મે 2025થી અભ્યાસમાં ધ્યાન વધુ આપવું હિતાવહ રહેશે. થોડો કઠિન સમય શરૂ થઇ શકે છે. એકંદરે વર્ષ સારુ જશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો