શોધખોળ કરો

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

Venus transit in Leo: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ મેષ, કર્ક, સિંહ અને તુલા રાશિના જાતકોને અપાવશે કારકિર્દીમાં જબરદસ્ત સફળતા, જ્યારે કેટલીક રાશિઓએ રાખવી પડશે ખાસ સાવચેતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શુક્ર ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સિંહ રાશિમાં પ્રવેશશે.
  • મેષ, કર્ક, સિંહ, તુલા રાશિને આર્થિક, કારકિર્દીમાં લાભ થશે.
  • કન્યા, મિથુન સહિત ચાર રાશિએ ખર્ચ, સ્વાસ્થ્ય સંભાળવું.

Venus transit in Leo: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ હોય છે. આગામી 4 જુલાઈ, 2026 ના રોજ એક મોટી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. પ્રેમ, સંપત્તિ, સુખ-સુવિધા અને વૈભવનો કારક ગ્રહ ગણાતો 'શુક્ર' સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના આ ગોચરની તમામ રાશિઓ પર ઊંડી અસર પડશે, પરંતુ જ્યોતિષીય ગણતરીઓ મુજબ 4 રાશિઓ એવી છે જેમના પર શુક્રદેવની વિશેષ કૃપા વરસવાની છે. આ સમયગાળા દરમિયાન તેમને નાણાકીય લાભથી લઈને કરિયરમાં નવી અને શાનદાર તકો મળશે. ચાલો જાણીએ કે આ ગોચર કોના માટે વિશેષ શુભ રહેશે અને કોણે થોડું ચેતતા રહેવાની જરૂર છે.

આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર:

મેષ રાશિ (Aries):

શુક્રનું આ ગોચર મેષ રાશિના જાતકો માટે સોનેરી તકો લઈને આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધારી સફળતા મળશે. તમારા પ્રેમ સંબંધો વધુ મધુર અને મજબૂત બનશે. સૌથી મોટી વાત એ છે કે, આ સમય દરમિયાન અચાનક નાણાકીય લાભ થઈ શકે છે અને જૂના રોકાણોમાંથી પણ સારો એવો નફો મળવાના સંકેતો છે. તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે, જેનાથી નવી સિદ્ધિઓ હાંસલ કરવી સરળ બનશે.

કર્ક રાશિ (Cancer):

કર્ક રાશિના લોકો માટે આ ગોચર આર્થિક મજબૂતીનો પાયો નાખશે. તમારી વાણીમાં એક અલગ જ આકર્ષણ જોવા મળશે, જેના કારણે કાર્યસ્થળ અને સમાજમાં તમારા માન-સન્માનમાં વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા કે ફસાયેલા નાણાં પરત મળવાની પૂરી શક્યતા છે. પરિવારમાં સુખ-શાંતિ છવાયેલી રહેશે. જો તમે ક્યાંક નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે એકદમ સાનુકૂળ છે.

આ પણ વાંચોઃ સૂર્ય ગોચર 2026: 16 જુલાઈએ સૂર્ય કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

સિંહ રાશિ (Leo):

શુક્ર સીધો તમારી જ રાશિમાં પ્રવેશી રહ્યો હોવાથી તેનો સૌથી મોટો ફાયદો તમને જ મળવાનો છે. તમારું વ્યક્તિત્વ પહેલા કરતા વધુ પ્રભાવશાળી બનશે અને લોકો તમારા તરફ સહજતાથી આકર્ષિત થશે. જો તમે કોઈ નવો વ્યવસાય, સ્ટાર્ટઅપ કે મોટો પ્રોજેક્ટ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. કરિયરમાં નવા શિખરો સર કરવાની અને સામાજિક પ્રતિષ્ઠા વધવાની પ્રબળ સંભાવના છે.

તુલા રાશિ (Libra):

તુલા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર આર્થિક પ્રગતિના નવા રસ્તાઓ ખોલશે. આવક વધારવા માટેની નવી તકો સામે ચાલીને આવશે. નોકરી કરતા વર્ગને પ્રમોશન અથવા પગાર વધારાની ભેટ મળી શકે છે. બીજી તરફ, વેપારીઓને પણ ધંધામાં તગડો નફો થવાના યોગ છે. શેરબજાર અને અન્ય રોકાણોમાં પણ તમને અપેક્ષા મુજબના હકારાત્મક પરિણામો મળશે.

આ પણ વાંચોઃ સૂર્ય ગોચર 2026: 16 જુલાઈએ સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, જાણો શેરબજાર અને ચોમાસા પર શું થશે અસર?

આ રાશિના જાતકોએ રાખવી પડશે ખાસ સાવધાની:

જ્યાં એક તરફ 4 રાશિઓને બખ્ખાં છે, ત્યાં બીજી તરફ સિંહ રાશિમાં શુક્ર અને કેતુની યુતિ સર્જાઈ રહી હોવાથી અમુક રાશિઓએ સાવધ રહેવું પડશે. ખાસ કરીને કન્યા, મિથુન, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન ખાસ ધ્યાન રાખવું. તમારા બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખજો અને પારિવારિક સંબંધોમાં શાંતિ તથા ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરજો. આ ઉપરાંત, સ્વાસ્થ્ય પ્રત્યે જરાય બેદરકારી દાખવવી નહીં. કોઈપણ મોટું રોકાણ કે મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળજો અને સમજી-વિચારીને જ આગળ વધજો.

Frequently Asked Questions

શુક્ર ગ્રહ સિંહ રાશિમાં ક્યારે પ્રવેશ કરશે?

શુક્ર ગ્રહ 4 જુલાઈ, 2026 ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ એક મોટી જ્યોતિષીય ઘટના છે જે પ્રેમ, સંપત્તિ અને વૈભવના કારક શુક્ર દ્વારા થતી અસર દર્શાવે છે.

શુક્રના આ ગોચરથી કઈ રાશિઓને વિશેષ લાભ થશે?

જ્યોતિષીય ગણતરીઓ મુજબ મેષ, કર્ક, સિંહ અને તુલા રાશિના જાતકોને શુક્રના આ ગોચરથી વિશેષ લાભ મળશે. તેમને નાણાકીય લાભ અને કરિયરમાં નવી તકો પ્રાપ્ત થશે.

કઈ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન સાવધાની રાખવી પડશે અને શા માટે?

કન્યા, મિથુન, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ સાવધ રહેવું પડશે કારણ કે સિંહ રાશિમાં શુક્ર અને કેતુની યુતિ સર્જાઈ રહી છે. તેમણે બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

સિંહ રાશિના જાતકોને શુક્રના ગોચરથી કેવા ફાયદા થશે?

શુક્ર સીધો સિંહ રાશિમાં પ્રવેશી રહ્યો હોવાથી તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બનશે. તેઓને નવા વ્યવસાય, સ્ટાર્ટઅપ કે મોટા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો સમય મળશે.

ટોપ સ્ટોરી

Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શુભ, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શુભ, જાણો રાશિફળ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે બુધવાર રહેશે શુભ, જાણો રાશિફળ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે બુધવાર રહેશે શુભ, જાણો રાશિફળ
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
Embed widget