શોધખોળ કરો

Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા

Dev Diwali 2026: દેવ દિવાળીને દેવ દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર અવતરણ કરે છે. દેવી-દેવતાઓના સ્વાગતની ખુશીમાં લોકો દીવા પ્રગટાવે છે. દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેવ દિવાળી દેવતાઓનું પૃથ્વી પર દિવાળી મનાવવાનું પર્વ.
  • દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાએ, કાશીમાં દીપ પ્રગટાવી ઉજવાય.
  • ભગવાન શિવે ત્રિપુરાસુરનો સંહાર કર્યો, દેવતાઓએ ઉજવણી કરી.
  • 2026માં દેવ દિવાળી 24 નવેમ્બરે, પ્રદોષકાળમાં દીવા પ્રગટાવવા.

દેવ દિવાળીના દિવસે દેવતાઓ પૃથ્વી પર દિવાળી મનાવવા આવે છે, એવી ધાર્મિક માન્યતા છે. આ જ કારણથી આ પર્વને દેવતાઓની દિવાળી એટલે કે દેવ દિવાળી કહેવામાં આવે છે. માન્યતા અનુસાર કહેવાય છે કે, દેવદિવાળીએ દેવતાએ  ભગવાન શિવની નગરી કાશીમાં દેવતાઓ ગંગા કિનારે દીવા પ્રગટાવવા આવે છે. દેવતાઓના સ્વાગત માટે આ દિવસે ગંગા ઘાટથી લઈને મંદિરો અને ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે.

દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાની તિથિએ દેવ દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે દિવાળીની જેમ જ ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. વારાણસી એટલે કે કાશીમાં દેવ દિવાળીની ઉજવણી ખૂબ જ ભવ્ય અને ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે કાશીના તમામ ઘાટોને હજારો દીવાઓથી શણગારવામાં આવે છે.

દેવ દિવાળીને દેવ દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર અવતરણ કરે છે. દેવી-દેવતાઓના સ્વાગતની ખુશીમાં લોકો દીવા પ્રગટાવે છે. દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દીપદાન કરવાની પણ પરંપરા છે. માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે દીપદાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે અને પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે.

દેવ દિવાળી 2026 ક્યારે છે?
પંચાંગ અનુસાર, કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 23 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યે 42 મિનિટે થશે. જ્યારે પૂર્ણિમા તિથિનું સમાપન 24 નવેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે 23 મિનિટે થશે. આથી વર્ષ 2026માં દેવ દિવાળીનો પવિત્ર તહેવાર 24 નવેમ્બર, 2026ના રોજ ઉજવવામાં આવશે.

દેવ દિવાળીનું શુભ મુહૂર્ત
દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવવા માટે પ્રદોષ કાળનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

તારીખ: 24 નવેમ્બર, 2026
પ્રદોષ કાળનું શુભ મુહૂર્ત: સાંજે 5:08થી રાત્રે 7:47 વાગ્યા સુધી
દેવ દિવાળીના દિવસે ઘરના મંદિર, મુખ્ય દરવાજા અને આંગણામાં દીવા અવશ્ય પ્રગટાવવા જોઈએ. આ ઉપરાંત દેવી-દેવતાઓ અને પોતાના ઇષ્ટદેવના નામનો દીવો પણ પ્રગટાવવો જોઈએ.

આ દિવસે 11, 21, 51 અથવા 108 દીવા પ્રગટાવવાની પરંપરા છે. ભક્તો પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર આથી વધુ દીવા પણ પ્રગટાવી શકે છે.

દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે?
પૌરાણિક કથા અનુસાર, ત્રિપુરાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો. તેણે પોતાની શક્તિના બળે સ્વર્ગ સહિત ત્રણેય લોક પર અધિકાર જમાવી લીધો હતો. તેના અત્યાચારથી દેવતાઓ પણ ખૂબ પરેશાન થઈ ગયા હતા.
આખરે તમામ દેવતાઓ ભગવાન શિવના શરણે પહોંચ્યા અને તેમની પાસે મદદની પ્રાર્થના કરી. દેવતાઓની વિનંતી સાંભળીને ભગવાન શિવે ત્રિપુરાસુરનો સંહાર કર્યો.ત્રિપુરાસુરના વધની ખુશીમાં તમામ દેવતાઓ ભગવાન શિવની નગરી કાશી પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભગવાન શિવનો આભાર માન્યો અને ગંગા નદીના કિનારે દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવ્યો હતો.ધાર્મિક માન્યતા અનુસાર, ત્યારથી જ આ દિવસને દેવ દિવાળી અથવા દેવ દીપાવલી તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જે દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો, તે દિવસ કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનો હતો.

 

Frequently Asked Questions

દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે?

પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવે ત્રિપુરાસુરનો સંહાર કર્યો હતો. આ ખુશીમાં દેવતાઓએ કાશીમાં ગંગા કિનારે દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવ્યો હતો, ત્યારથી આ દિવસ દેવ દિવાળી તરીકે ઉજવાય છે.

દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવે છે?

દેવ દિવાળીનો પર્વ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી-દેવતાઓ પૃથ્વી પર અવતરણ કરે તેવી માન્યતા છે.

દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાનું શું મહત્વ છે?

દેવી-દેવતાઓના સ્વાગતની ખુશીમાં લોકો દીવા પ્રગટાવે છે. આ ઉપરાંત, આ દિવસે દીપદાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેવી પણ માન્યતા છે.

દેવ દિવાળીની ઉજવણી ક્યાં ભવ્ય રીતે થાય છે?

દેવ દિવાળીની ઉજવણી વારાણસી એટલે કે કાશીમાં ખૂબ જ ભવ્ય અને ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે કાશીના તમામ ઘાટોને હજારો દીવાઓથી શણગારવામાં આવે છે.

વર્ષ 2026માં દેવ દિવાળી ક્યારે છે અને શુભ મુહૂર્ત શું છે?

વર્ષ 2026માં દેવ દિવાળી 24 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દીવા પ્રગટાવવા માટે પ્રદોષ કાળનું શુભ મુહૂર્ત સાંજે 5:08થી રાત્રે 7:47 વાગ્યા સુધીનું છે.

Advertisement

ટોપ સ્ટોરી

Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા
Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
સપાનામાં આવેલી આ 5 વાતો ભૂલથી પણ કોઈની સાથે ન કરો શેર, નહીં તો થશે મોટું નુકસાન
સપાનામાં આવેલી આ 5 વાતો ભૂલથી પણ કોઈની સાથે ન કરો શેર, નહીં તો થશે મોટું નુકસાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર
Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે
Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે
Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર
Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર
Embed widget