જે લોકો દરરોજ બાઈકથી ઓફિસ કે પોતાના જરૂરી કામ માટે જતા હોય તેમણે ધ્યાનથી ડ્રાઇવિંગ કરવું જોઈએ. કારણકે નાની બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે. અહીંયા અમે તમને નાની વાતો જણાવીએ છીએ, જેને ધ્યાનમાં રાખી તમે દુર્ઘટનાથી બચી શકો છો. ઓરિજિનલ હેલ્મેટ જ પહેરો ટૂ-વ્હીલર ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરો. સસ્તા હેલ્મેટ પહેરવાથી બચો. કારણકે દુર્ઘટના સમયે નકલી કે સસ્તા હેલ્મેટ જીવ નથી બચાવી શકતાં. તમારા માથાની સાઇઝ પ્રમાણે જ હેલ્મેટ ખરીદો. સ્પીડ નિયમોનું કરો પાલન ઘણી વખત લોકો સ્પીડમાં બાઇક ચલાવતાં હોય છે. જે બિલકુલ યોગ્ય નથી. રોડની સ્થિતિ અને નિયમો મુજબ પોતાની બાઇકની સ્પીડ રાખો. વધુ સ્પીડમાં બાઇક ચલાવવાથી દુર્ઘટના થઈ શકે છે. બંને બ્રેકનો યોગ્ય ઉપયોગ કરો બાઇક ચલાવતી વખતે જ્યારે પણ બ્રેક મારો ત્યારે બંને બ્રેકનો ઉપયોગ કરો. આમ કરવાથી બ્રેકિંગ અસરદાર હોય છે અને બાઇક સ્લિપ નથી થતી. તેથી બંને બ્રેકનો યોગ્ય ઉપયોગ કરવાની ટેવ પાડો. ખરાબ હવામાનમાં બાઇક ચલાવવાનું ટાળો જ્યારે પણ હવામાન ખરાબ હોય કે ભારે વરસાદ હોય તેવા સમયે બાઇક ચલાવવાથી બચવું જોઈએ. કારણકે આવી મોસમમાં પડવાની શક્યતા વધારે હોય છે અને દુર્ઘટના થવાનો ખતરો વધી જાય છે. ટાયર્સમાં યોગ્ય હવા બાઇકના ટાયર્સમાં હવાનું પ્રેશર યોગ્ય રહેવું જોઈએ. કારણકે હવાનું પ્રેશર ઓછું હોવાથી પરફોર્મન્સ પર અસર પડે છે અને માઇલેજમાં પણ ફર્ક પડે છે. એર ફિલ્ટરની સફાઇ જરૂરી બાઇકમાં લાગેલા એર ફિલ્ટરની સફાઇ જરૂરી છે. કારણકે ગંદુ એર ફિલ્ટર એન્જિન પરફોર્મન્સને ખરાબ કરે છે. ઉપરાંત માઇલેજ પર ઘટાડે છે. તેથી મહિનામાં એક વખત એર ફિલ્ટરની સફાઇ જરૂરી છે. ગુજરાત ભાજપના કયા ધારાસભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતાં સર્જાયો હડકંપ, જાણો મોટા સમાચાર ગુજરાત પેટા ચૂંટણીઃ ભાજપને મોટો ફટકો, સોશિયલ મીડિયા ટીમના 200 કાર્યકરો કોંગ્રેસમાં થયા સામેલ, કહ્યું- ચૂંટણી સમયે મજૂર જેવું વર્તન કરવામાં આવતું

Car loan Information:

Calculate Car Loan EMI