નવી દિલ્હીઃ જો કોઇ વ્યક્તિનુ જુનુ ડ્રાઇવિંગ લાયસન્સ છે અને હજુ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન નથી કરાવ્યુ, તો જલદી કરાવી લો. આવામાં ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોને પરિવહન વિભાગ તરફથી છેલ્લો મોકો આપવામાં આવ્યો છે. પરિવહન વિભાગે દેશના તમામ જિલ્લાના ડીટીઓ (DTO) ને હસ્તલિખિત ડ્રાઇવિંગ લાયસન્સને જલદીથી જલદી ઓનલાઇન કરવાનો નિર્દેશ આપ્યો છે. બેકલૉક એન્ટ્રીની જોગાવાઇ ભારત સરકારના સારથી વેબપોર્ટલ પર 12 માર્ચ બાદથી નહીં થાય. 


આરટીઓનો નિર્દેશ જાહેર-
સરકારી નિર્દેશ બાદ એવા લોકો જેનુ ડ્રાઇવિંગ લાયસન્સ બુકલેટ કે હાથથી લખીને ઇશ્યૂ થયુ હતુ, તે તમામ લોકોને જલદીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લેવુ જોઇએ. કેમ કે આ બધુ ઓનલાઇન થઇ જશે. આના માટે 12 માર્ચ ઇવનિંગ 4 વાગ્યા સુધીનો સમય આપવામા આવ્યો છે. આ સમય સુધી પરિવહન કાર્યાલયોમાં મૂળ ડ્રાઇવિંગ લાયસન્સની સાથે એન્ટ્રી કરાવવી જરૂરી છે. આના માટે પરિવહન વિભાગે સ્ટેટની તમામ આરટીઓને નિર્દેશ જાહેરા કરી દીધો છે. 


ઓનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સના ફાયદાઓ-
આ ડિજીટલ યુગમાં પરિવહન વિભાગ પણ ડિજીટલ થઇ રહ્યું છે, અને આ જ કારણ છે કે ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન કરવાનો ફેંસલો લીધો છે. હાથથી લખેલા ડ્રાઇવિંગ લાયસન્સની સાથે એક મોટી સમસ્યા હતી. તમે જ વિચારો કે તમારુ ડ્રાઇવિંગ લાયસન્સ સફર દરમિયાન ક્યાંય ખોવાઇ જાય કે ચોરી થઇ જાય તો તમને કેવી મુશ્કેલી પડી જશે. 


પરંતુ જો તમારુ ડ્રાઇવિંગ લાયસન્સ મિનીટોમાં ઇન્ટરનેટ પર મળી જાય છે, તો આવામાં કોઇ મોટી સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આપણા મોબાઇલ ફોનમાં જ તે આસાનીથી ઉપલબ્ધ થઇ શકશે. ઓનલાઇન પોર્ટલ પર તમારા ડ્રાઇવિંગ લાયસન્સની પુરેપુરી જાણકારી ઉપલબ્ધ રહેશે, અને આ વાહન માલિક આસાનીથી યૂઝ કરી શકશે, તે પણ કોઇપણ જાતના ડર વિના. 


આ પણ વાંચો...... 


Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત


IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો


Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ


યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારી નવી એડવાઇરી જાહેર કરી, જાણો વિદ્યાર્થીઓને ક્યાં ન જવાની આપી સૂચના?


Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના


 


Car loan Information:

Calculate Car Loan EMI