Road Safety: જો તમે પણ 8 સીટર વાળી કાર ચલાવતા હોય તો જાણી લેજો સરકારના નવા નિયમો વિશે. કેમ કે તમારી કારમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે, જેથી તમે અને તમારા પરિવારની સુરક્ષા વધે. ખરેખરમાં 8 સીટર કાર માટે સરકારે નવો નિયમ બનાવ્યો છે જે પછી ગાડીમાં 6 એરબેગ્સ હોવી જરૂરી છે. કેમ કે દૂર્ઘટના સમયે પાછળ બેઠેલા લોકો પણ સુરક્ષિત રહી શકે. 


આની મંજૂરી ખુદ રૉડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી છે. નીતિન ગડકરી અનુસાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા જે ગાડીઓ 8 પેસેન્જરને લઇને ફરે છે, તેમાં 6 એરબેગ્સ અનિવાર્ય કરવામાં આવી છે. 


સરકારે 1લી જુલાઇ, 2019એ ડ્રાઇવર સીટ પર એરબેગ્સને ફરજિયાત કરી હતી, અ પછી ડ્રાઇવરની બાજુની સીટ પર એરબેગ અનિવાર્ય કરી દીધી હતી. પરંતુ હવે ગાડીમાં કમ સે કમ 6 એરબેગ્સ અનિવાર્ય રહશે. આ એરબેગ્સ મિડ રેન્જ કાર એટલે કે જેની કિંમત ત્રણથી આઠ લાખ હશે તેમાં લગાવવામાં આવશે. સરકારે આ પગલુ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભર્યુ છે. 


ઉલ્લેખનીય છે કે, એરબેગ્સની સુવિધા માટે રૉડ અને પરિવહન મંત્રાલયના અધિકારીઓએ એરબેગ્સ નિર્માતાઓ સાથે મુલાકાત કરી હતી. જોકે હાલ કારોમાં 2 એરબેગ્સનો નિયમ અનિવાર્ય છે, પરંતુ નવેમ્બર 2021માં મિડ રેન્જ કાર સેગમેન્ટમાં સેફ્ટી ફિચર્સને લઇને બેઠક થઇ હતી, આ પછી સરકારે આ ફેંસલો કર્યો છે. કેમે કે સરકાર ઇચ્છે છે કે માત્ર મોંઘી જ નહીં પરંતુ મીડ રેન્જ કારોમાં પણ એર બેગ્સ જેવા સેફ્ટી ફિચર્સ જરૂરી છે.





 


આ પણ વાંચો...........


Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા


DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?


Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ


Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?


ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી


 


Car loan Information:

Calculate Car Loan EMI