નવા વર્ષ પર તમે કાર ખરીદવા ઈચ્છતા હોવ કે જૂની કારને રિપ્લેસ કરવા માંગતા હોવ તો 2021માં અનેક લો બજેટ કાર લોન્ચ થવાની છે. લો બજેટ સેગમેંટમાં લેટેસ્ટ ફીચર્સની સાથે કાર ખરીદી શકાય છે. એટલું જ નહીં તેમાંથી અનેક કારના મોડલ મોઇક્રો એસયુવી હોવાના છે. 5 લાખ સુધીના બજેટમાં આ કારને ઘરે લાવી શકો છો.

Hyundai AX

હ્યુન્ડાઈ આગામી વર્ષે માઇક્રો એસયુવી લોન્ચ કરી શકે છે. જેનું નામ હ્યુન્ડાઈ એએકસ છે. આ કાર સેન્ટ્રો પ્લેટફોર્મ પર આધારિત હોઇ શકે છે. આ કારની હરિફાઈ ટાટાની એચબીએક્સ અને નિસાનની મેગનાઇટ સાથે થશે. કારની કિંમત 4 થી 6 લાખ વચ્ચે હોઇ શકે છે.

Renault Kiger

ફ્રાંસની કાર કપંની રેનો પણ ભારતમાં નાની કારના સેગમેન્ટમાં પોતાની બ્રાન્ડ બનાવવા માંગે છે. રેનોની ટ્રાઇબર સૌથી ઓછી રેન્જની 7 સીટર કારમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. સસ્તી કારના સેગમેંટમાં આવતા વર્ષે કંપની Kiger સબ કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરશે. કારની કિંમત 6 લાખથી શરૂ થશે. હ્યુન્ડાઈની વેન્યુ, કિયા સોનેટ અને ટાટા નેક્સનને ટક્કર આપશે.

Maruti Suzuki Alto (ન્યૂજનરેશન)

ભારતની સૌથી ટોપ કાર કંપની મારુતિ સુઝુકી નાના કારના સેગમેંટમાં સૌથી આગળ છે. 2021માં મારુતિ અલ્ટોનું નવું મોડલ લઈને આવશે. નવા મોડલમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સાથે ટચસ્ક્રીન જેવા ફીચર આવી શકે છે. કારની કિંમત 3.50 લાખથી 5 લાખ વચ્ચે હોઇ શકે છે.

Tata HBX

દેશની ટોપ કાર કંપનીમાં સામેલ ટાટા પણ આગામી વર્ષે નાની કાર લોન્ચ કરી શકે છે. ટાટાની આ કારનું નામ ટાટા એચબીએક્સ છે અને તે માઇક્રો એસયુવી કાર હશે. કંપની આ કારને ઓટો એક્સપોમાં રજૂ કરી ચુકી છે. આ કાર આલ્ફા મોડ્યૂલર પ્લેટફોર્મ પર આધારિત હશે. કારની કિંમત 4 થી 6 લાખ વચ્ચે હશે.

Nissan Magnite

જાપાનીઝ કંપની નિસાન તેની આ કારને આગામી વર્ષે ભારતીય બજારમાં રજૂ કરશે. આ સબ કોમ્પેક્ટ એસયુવી હશે. કાર રેનો ટ્રાઇબર અને Kigerના પ્લેટફોર્મ પર તૈયાર કરાશે. આ કારની કિંમત 5.25 લાખથી શરૂ થશે. કિંમતના કારણે કાર તેના સેગમેંટમાં ઘણી લોકપ્રિય થઈ શકે છે.

પાકિસ્તાને જૂનાગઢને પોતાનો પ્રદેશ દર્શાવીને કોને જૂનાગઢના વડાપ્રધાન જાહેર કર્યા ? પાકિસ્તાનની હાસ્યાસ્પદ હરકત વિશે જાણો

ખેડૂતોની પિડા ના જોઈ શકાતાં આંદોલનના સ્થળે જ ગોળી મારીને આપઘાત કરી લેનારા બાબા રામસિંહના લાખો અનુયાયી,  ક્યા નામે હતા પ્રખ્યાત ?

Fact Check:  રેલવે એન્જિન પર અદાણીની જાહેરાતને લઈ મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ? જાણો વિગત






Car loan Information:

Calculate Car Loan EMI