શોધખોળ કરો

“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

૭૫માં આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે આ કાર્યક્રમ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક અને કર્ણાવતી ક્લબ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ: તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૬:૩૦ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને  બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો ગુજરાત પોલીસને સેલ્યુટ કરવા માટે આવી રહ્યા છે.

૭૫માં આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે આ કાર્યક્રમ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક અને કર્ણાવતી ક્લબ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામ દિનેશ ચંદ્ર અગ્રવાલ ગ્રુપ તથા કલ્ચર અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત અને હોમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સપોર્ટ અને સહયોગ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, અને સન્માનિત મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કેબિનેટ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, અને ગુજરાત રાજ્યના સાંસદ સભ્ય શ્રી નરહરિ અમીનજી, તથા બીજા ઘણા મહાનુભાવો હાજરી આપવાના છે.

આ કાર્યક્રમમાં પોલીસ કમિટિ તરફથી એ.ડી.જી.પી. કાયદો અને વ્યવસ્થા આઈ.પી.એસ. શ્રી નરસિમ્હા કોમર સાહેબ, અધીક પોલીસ કમિશનર સેક્ટર-૧, અમદાવાદ, આઈ.પી.એસ. શ્રી નિરજ બડગુજ્જર સાહેબ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૭, આઈ.પી.એસ શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ૩૬ જિલ્લાઓ અને ૪ પોલીસ કમિશ્નરેટને આવરી લેવામાં આવ્યા છે. તથા સારી કામગીરી કરી હોય તેવા ૪૦ પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે જેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

કાર્યક્રમ સહાયક:
- અમદાવાદ રોટી બેંક
- હાર્ટ ફાઉન્ડેશન અને સંશોધન સંસ્થા, અમદાવાદ
- પટેલ ઈન્ફ્રા
- રેડ એફએમ, અમદાવાદ
- ગુજરાત યુનિવર્સિટિ
- પી પી સવાણી ગ્રુપ
- સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ
- જે કે લક્ષ્મી સિમેન્ટ
- ગોબ્લિન
- ક્લુવેવ ફોરેન્સિક સોલ્યુશન્સ
- રાધે ઢોકળા
- કેકે જ્વેલ્સ
- અભિક એડવર્ટાઇઝિંગ પ્રા. લિ.
- સ્પોર્ટ્સ બાઇક પ્લાઝા
- મિસ્ટર ચાઇ બાઇક
- વેસ્ટલેન્ડ ઇમિગ્રેશન
- આરટી'સ  મીડિયા
- કેમફાયર
- રાજુ જાપાન
- એડવિન્ઝ
- લા વિવેન્સિયા.
- ઇમેજ વિડિઓ ફિલ્મસ
- કેસીએલ

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget