Crime News:મોરબીના રાણીબા એક્સપોર્ટ પેઢીમાં કામ કરતો અનુસૂચિત જાતિના યુવકે પોતાનો 15 દિવસ બાકી રહેલો પગાર માંગતા તેમને પેઢીના સંચાલકો દ્વારા માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. પીડિત યુવકે આક્ષેપ કર્યો છે કે, બાકીના પગારની માંગણી કરતા તેમને છત પર લઇ જઇને પટ્ટા વડે માર માર્યો હતો. પીડિત યુવકનો આરોપ છે કે. તેમને માર મારી પગરખા મોઢામાં લેવા મજબૂર કર્યા હતો.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. અનુસૂચિત જાતિના લોકોમાં ધટનાને લઇને આક્રોશ છે. આ ઘટનાને લઇને રાણીબા એક્સપોર્ટ પેઢીની સંચાલિકા સહિત છ સામે FIR નોંધાઇ છે. સંચાલિકાએ કાવતરું રચીને બોલાવી માર માર્યાનો પીડિત યુવકે આરોપ લગાવ્યો છે. ઘટનાને લઇને અનુસૂચિત સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે. કંપનીની સંચાલિકા સહિતના શખ્સો સામે કાર્યવાહીની ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાના પગલે અનુસૂચિત જાતિના કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. હાલ વિભૂતી પટેલ સહિતના પેઢીના સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો
Gujarat: ભારતીય જળસીમામાંથી ઝડપાયા 13 પાકિસ્તાની માછીમારો, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ