Crime News: મુંબઈમાં ભર બજારે પાગલ પ્રેમીએ પૂર્વ પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ, લોકો જોતા રહ્યા

સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિએ યુવકને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ધમકી આપી. યુવતિ પડી ગયા પછી પણ તેના પર 15 વાર હુમલો કર્યો હતો.

Continues below advertisement

Mumbai Crime News:  મુંબઈના વસઈમાં એક પાગલ પ્રેમીએ 20 વર્ષની પૂર્વ પ્રેમિકાને લોખંડના પાઇપ વડે માર મારીને હત્યા કરી નાખી. બધાની સામે રસ્તા પર એટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી કે બધા ધ્રૂજી ગયા હતા. તેણે યુવતી પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી તેણીએ પોતાનો જીવ ગુમાવ્યો. વાલીવ પોલીસે આરોપી યુવકને કસ્ટડીમાં લીધો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. 27 સેકન્ડમાં, હુમલાખોર છોકરીને જાહેરમાં 15 વાર મારતો રહે છે અને જ્યાં સુધી તે મરી ન જાય ત્યાં સુધી તેને મારતો રહે છે.

Continues below advertisement

ઘટના CCTVમાં કેદ

જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના વીડિયોમાં લોકો રસ્તા પરથી પસાર થતા જોવા મળે છે. ત્યારે કમર પર બેગ લટકાવેલી એક વ્યક્તિ રસ્તા પર ચાલતી એક છોકરી પર તેના માથા પર બળથી હુમલો કરે છે. પહેલા હુમલામાં છોકરી રસ્તા પર પડી જાય છે અને ઉઠવાનો પ્રયત્ન કરે છે. જેવી છોકરી ઉભી થવા લાગે છે, હુમલાખોર ફરીથી છોકરી પર હુમલો કરે છે. પાગલ માણસ વારંવાર યુવતી પર ક્રૂર બળથી હુમલો કરતો રહે છે. ઘણી મુશ્કેલીથી કેટલાક લોકો છોકરીને છોડાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ હુમલાખોર પાછળ હટતો નથી.

'તે મારી સાથે આવું કેમ કર્યું'

સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિએ યુવકને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ધમકી આપી. યુવતિ પડી ગયા પછી પણ તેના પર 15 વાર હુમલો કર્યો હતો. ઘટના બાદ યુવક તેની પૂર્વ પ્રેમિકાનામૃતદેહ ઉપર ઊભો રહી ગયો હતો અને તેની સાથે વાત કરી હતી અને બૂમો પાડી હતી કે, તમે મારી સાથે આવું કેમ કર્યું?

પોલીસે ગુનો નોંધ્યો હતો

પોલીસે કાર્યવાહી કરીને આરોપી રોહિત યાદવની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે રોહિત યુવતિ સાથે બ્રેકઅપ બાદ તેનાથી નારાજ હતો અને તેને શંકા હતી કે કોઈ અન્ય સાથે સંબંધમાં છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ

મેગીના દિવાના થયા ભારતીયો, 600 કરોડ યુનિટ વેચાણ સાથે વિશ્વમાં ભારત નંબર 1

બજેટમાં 20 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં લોકોને ઈન્કમ ટેક્સમાં રાહત આપવાની માંગ

Continues below advertisement
Sponsored Links by Taboola