Crime News: પટનામાં ગંગા નદીમાં નહાતી વખતે બુધવારે મોટી દુર્ઘટના બની હતી. જેમાં છ બાળકો ગંગા નદીમાં ડૂબી ગયા હતા. ઘટના પટનાના ઉમનાથ ઘાટની છે. અહીં નદીમાં સ્નાન કરવા આવેલા છ બાળકો પાણીના તીવ્ર વહેણમાં તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોને બે શબ મળી આવ્યા હતા, જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.


પરિવાર આવ્યો હતો સાથે


કહેવામાં આવી રહ્યું છે કે આખો પરિવાર ગંગામાં સ્નાન કરવા માટે એકસાથે આવ્યો હતો. આ દરમિયાન છ બાળકો નદીમાં ડૂબી ગયા હતા. નદીમાં ડૂબી ગયેલા તમામ બાળકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ પરિવારજનોની હાલત કફોડી છે.


બે બાળકોના મૃતદેહ મળ્યા


દુર્ઘટના બાદ તરત જ સ્થાનિક લોકો બાળકોને બચાવવા કૂદી પડ્યા હતા, જેમાં બે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ અને મરજીવા ઘટના સ્થળે પહોંચી ગયા છે. ડૂબી ગયેલા બાળકોની શોધ ચાલુ છે.


આ પણ વાંચોઃ


બે બહેનોની કરતૂતઃ આ રીતે યુવાનોની જિંદગી સાથે કરતી હતી ચેડાં, પોલીશીનની બેગ ખોલતાં જ પોલીસ રહી ગઈ હેરાન


Gujarat Rains: આબુ-અમદાવાદ હાઈવે સ્વીમીંગ પુલમાં ફેરવાયો, વાહન વ્યવહારને અસર


Gujarat Hooch Tragedy: ગુજરાત ભાજપના નેતાએ કહ્યું, 182 ધારાસભ્યો ઈચ્છે તો ગુજરતમાં દારૂ બંધી શક્ય છે, ચૂંટણીમાં દારૂ વહેચવો યોગ્ય નથી


Gujarat Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું


Gujarat Hooch Tragedy: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આરોપ, પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર


Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત


Gujarat Hooch Tragedy Update: લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીએ દારૂબંધી હટાવવાની કરી માંગ ? જાણો વિગતે