PNB Recruitment 2022, Sarkari Naukri 2022: પંજાબ નેશનલ બેંક (PNB) માં નોકરી મેળવવાની તક છે. PNB એ ઓફિસર અને મેનેજરની જગ્યાઓ 2022ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 100થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો PNBની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. પંજાબ નેશનલ બેંક જોબ 2022ની નોટિફિકેશન અનુસાર, લાયક ઉમેદવારો 30 ઓગસ્ટ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ખાલી જગ્યાની વિગતો, પાત્રતા અને પસંદગી પ્રક્રિયા વગેરે નીચે જોઈ શકાય છે. તમે PNB બેંક જોબ નોટિફિકેશનની સીધી લિંક પર ક્લિક કરીને વધુ માહિતી પણ મેળવી શકો છો.
PNB ખાલી જગ્યા 2022 -
ઓફિસર્સ (ફાયર-સેફ્ટી) - 23 જગ્યાઓ
મેનેજર ( સિક્યોરિટી) - 80 જગ્યાઓ
ખાલી જગ્યાઓની કુલ સંખ્યા - 103
કોણ અરજી કરી શકે છે ?
ઓફિસર્સ (ફાયર-સેફ્ટી) - નેશનલ ફાયર સર્વિસ કોલેજ (NFSC), નાગપુરમાંથી BE અથવા ફાયર ટેક્નોલોજી અથવા ફાયર એન્જિનિયરિંગ અથવા સેફ્ટી એન્ડ ફાયર એન્જિનિયરિંગમાં ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી. ફાયર ઓફિસર તરીકે એક વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.
મેનેજર (સિક્યોરિટી) - માન્ય કોલેજમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. આ સિવાય આર્મી, નેવી અથવા એરફોર્સમાં 05 વર્ષનો અનુભવ અથવા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અથવા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે 5 વર્ષનો સેવા કરેલી હોવી જોઇએ.
વય મર્યાદા -
લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
તમને કેટલો પગાર મળશે ?
અધિકારીની પોસ્ટ પર નોકરી મેળવનાર ઉમેદવારોને રૂ. 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 અને મેનેજરના પદ માટે રૂ. 48170-1740/1- 49910-1990/10-69810 રૂપિયા પગાર આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા -
પસંદગી પ્રક્રિયામાં અરજીઓની શોર્ટલિસ્ટિંગ અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ અથવા લેખિત અથવા ઑનલાઇન પરીક્ષાનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં દરેક 2 ગુણના 50 પ્રશ્નો હશે. પરીક્ષાનો સમયગાળો 60 મિનિટ છે અને મહત્તમ ગુણ 100 છે.
અરજી ફી -
અન્ય ઉમેદવારો માટે અરજી ફી રૂ 1003 છે જ્યારે SC/ ST/ PWBD શ્રેણી માટે અરજી ફી રૂ 59 છે. ઉમેદવારો PNB ની અધિકૃત સાઇટ દ્વારા વધુ સંબંધિત વિગતો ચકાસી શકે છે.
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......
Education Loan Information:
Calculate Education Loan EMI