કેલિફોર્નિયાઃ અમેરિકન સિંગર અને હૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ જેનિફર લોપેઝને લઇને એક સમાચાર સામે આવ્યા છે. સોશ્યલ મીડિયામાં ચર્ચા થઇ રહી છે કે જેનિફર લોપેઝ પોતાના બૉયફ્રેન્ડ સાથે ચોથીવાર લગ્ન કરવા જઇ રહી છે. 52 વર્ષીય એક્ટ્રેસ જેનિફર લોપેઝ સુંદર હોવાની સાથે સાથે બૉલ્ડ પણ છે, અને હાલમાં તે પોતાની પ્રેમી બેન એફ્લેકને ડેટ કરી રહી છે. બન્ને વચ્ચેના રિલેશન છેલ્લા કેટલાય મહિનાઓથી સામે આવ્યા છે 


ટીએમઝેડ રિપોર્ટ્સમાં કહેવાયુ છે કે, એક્ટ્રેસ જેનિફર લોપેઝ પોતાની દીકરી એમી સાથે ખરીદી કરતી વખતે પોતાની ડાબી આંગળી પર પહેરેલી નવી હીરાની વીંટી સાથે ફોટો ખેંચાવી રહી હતી. આ દરમિયાન નૉટ કરવામા આવ્યુ કે આ વીંટીને જોઇને લાગે છે કે એક્ટ્રેસે બેન એફ્લેક સાથે સગાઇ કરી લીધી છે. 
 
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે, માર્ચ મહિનામાં બન્નેએ સાથે રહેવા માટે એક આલિશાન ઘર પણ ખરીદી લીધુ હતુ. હવે બન્ને જલ્દીથી લગ્ન કરી લેશે. જેનિફર લોપેઝ આ પહેલા ત્રણ લગ્ન કરી ચૂકી છે, અને બેન સાથે ચોથીવાર લગ્ન કરશે. જેનિફર લોપેઝે એક વાતચીત દરમિયાન કહ્યું હતુ કે હું 49 વર્ષીય બેન એફેક્સ સાથે ફેબ્રુઆરી-માર્ચમાં સાથે રહી હતી, અને હવે હું ભવિષ્ય વિશે વિચારુ છે, હું મારા સાથી અને બાળકો સાથે પ્રેમ અને ખુશીથી રહેવા માંગુ છું. 






વાતચીત દરમિયાન જ્યારે જેનિફર લોપેઝને બેન એફેક્સ વિશે પુછવામા આવ્યુ તો, તેને કહ્યું કે, મને બેન પર બહુજ ગર્વ છે, મને તે વ્યક્તિ ખુબ પસંદ છે, હું તેને દરરોજ જોવા માંગુ છું. હું હાલમાં તેના જીવનમાં એવી જગ્યા પર છુ, જ્યાં મને બેન જેવો કોઇ નહીં મળી શકે. આમારા બન્ને વચ્ચે સ્વસ્થ અને ખુલ્લો સંબંધ છે. 


ઉલ્લેખનીય છે કે 52 વર્ષીય જેનિફર લોપેઝ હાલમાં બૉલીવુડની એક મોટી એક્ટ્રેસ છે, અને તેની બૉલ્ડનેસ અને ગ્લેમરના લાખો દિવાના છે, જ્યારે 49 વર્ષીય બેન એફલેક પણ એક અમેરિકન એક્ટર છે, બેન પણ અગાઉ એક લગ્ન કરી ચૂક્યો છે, અને ત્રણ બાળકોનો પિતા છે. 




 


આ પણ વાંચો.......... 


Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ


આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ


IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો


ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા


PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો