મુંબઇઃ બૉલીવુડમાં ગયા વર્ષે કેટલાય સ્ટાર કપલે લગ્ન કરી લીધા, પરંતુ કેટલાક કપલ્સ એવા છે જેની લગ્નની ફેન્સ ખુબ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે, આમાં નંબર વન પર છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન. ખાસ વાત છે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કહેવાઇ રહ્યું છે કે, આલિયા અને રણબીર આ મહિને લગ્ન કરી શકે છે, બન્ને પરિવાર લગ્નની તૈયારીઓમાં પણ લાગી ગયા છે. પરંતુ ખાસ વાત છે કે, બન્નેના લગ્ન સિક્રેટ રહેવાના પુરેપુરી ચાન્સ છે. કેમ કે હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી. કેટલીક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટલીક માહિતી સામે આવી જેમાં મહેમાનોના લિસ્ટથી લઇને વેડિંગ વેન્યૂ સામેલ છે. જાણો તમામ ડિટેલ્સ....... 


આલિયા ભટ્ટના નાના રાજદાનની તબિયત ઠીક નથી એટલે લગ્ન બહુ જલ્દી કરવા બન્ને પરિવાર માંગે છે. મીડિયા રિપોર્ટ્ અનુસાર, બન્નેના લગ્નનુ ફંક્શન 13થી 17 એપ્રિલ સુધી ચાલશે. કેટલાક રિપોર્ટ પ્રમાણે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કપલ 14 એપ્રિલે લગ્ન કરશે. આલિયા અને રણબીરની પીઢી, મહેંદી અને સંગીતના રીત રિવાજ પણ આની વચ્ચે થશે.


રિપોર્ટ અનુસાર, ચેમ્બૂર સ્થિત આરકે હાઉસમાં લગ્ન યોજાશે. પહેલા ખબર હતી કે તે ઉદેપુરમાં લગ્ન કરવાના છે પરંતુ હવે રિપોર્ટ છે કે તેઓ આર કે હાઉસમાં જ લગ્ન કરશે, કેમ કે ઋષિ કપૂર અને નીતૂ કપૂરે પણ અહીં લગ્ન કર્યા હતા. રણબીર ઇચ્છે છે કે તે પોતાના માતા-પિતાની જેમ લગ્ન કરે.


મહેમાનોના લિસ્ટની વાત કરીએ તો, બૉલવુડના કેટલાય લોકો આમાં હાજરી આપશે. આમાં રણબીરના બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી, કરણ જોહર, સંજય લીલા ભંસાળી સહિતના સેલેબ્સ હાજરી આપશે. 


રિપોર્ટ છે કે, આલિયા પોતાના લગ્નમાં સબ્યસાચી અને મનિષ મલ્હોત્રાનુ આઉટફિટ પહેરશે. તાજેતરમાં જ નીતૂ  કપૂરને મનીષ મલ્હોત્રાના સ્ટૉર પર જોવામાં આવી હતી. રિપોર્ટ એવા પણ છે કે, રણબીર એક બેચલર પાર્ટીનુ આયોજન કરવાનો છે, જ્યાં તેના મિત્રો સામેલ થશે. ખાસ વાત છે કે હાલમાં બન્ને સ્ટાર્સનુ શિડ્યૂલ ખુબ જ બિઝી છે એટલે હનીમૂન પર નહીં જાય, જોકે એપ્રિલના અંતમાં રિસેપ્શનનુ આયોજન કરી શકે છે. 


 


આ પણ વાંચો.......... 


Petrol vs EV vs CNG: મારુતિ ડીઝાયર અને ટાટા ટિગોરમાંથી કઈ છે શ્રેષ્ઠ ? કોનામાં શું છે ખાસ


PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?


મોંઘવારીનો ડબલ બુસ્ટર ડોઝઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGના ભાવ પણ વધ્યા, જાણો લેટેસ્ટ કિંમત


LIC IPO Launch Date: સરકાર LIC IPO મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં લૉન્ચ કરી શકે છે, જાણો વિગતે


1 એપ્રિલ, 2022થી આ ક્રેડિટ કાર્ડ પર એક પૈસો પણ વ્યાજ નહીં ચૂકવવું પડે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?