Tabu Injured At Bhola Set: બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ તબ્બૂ (Tabu) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભોલા’ (Bhola)ને લઇને ખુબ બિઝી છે. આ એક એક્શન ફિલ્મ રહેવાની છે, જેનુ હૈદરાબાદમા શૂટિંગ થઇ રહ્યું છે. આ બધાની વચ્ચે સેટ પરથી તબ્બૂની સાથે દૂર્ઘટના ઘટવાના સમાચાર સામે આવ્યા છે. 


બુધવારે સવારે અભિનેત્રી તબ્બૂ જે એક્ટર અજય દેવગન સાથે ફિલ્મ 'ભોલા'માં એક નીડર, ઉચ્ચ પદસ્થ પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહી છે, એક સાહસી સ્ટન્ટ કરતા કરતા બચી છે. આ તે ફિલ્મોમાંથી એક છે જેમાં તબ્બૂ, અજય દેવગનની સાથે કેટલાક સ્ટન્ટ કરતી દેખાશે. 


એક્શન સીન દરમિયાન ઘટી દૂર્ઘટના - 
સુત્રો અનુસાર, આ ઘટના એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન ઘટી, જ્યારે ટ્રેક અને મૉટરસાયકલની એકબીજા સાથે ટક્કર થઇ ગઇ અને આ ટક્કર એટલી જોરદાર હતી કે તબ્બૂની ડાબી આંખની ઠીક ઉપર કાંચ ઘૂસી ગયો હતો. વળી, સેટ પર હજાર ડૉક્ટરો અનુસાર, ઇજા વધુ ગંભીર નથી, એટલા ટાંકા લેવાની જરૂર નથી પડી. સેટ પર થયેલી દૂર્ઘટનાને ધ્યાનમાં રાખીને એક્ટર અજય દેવગને તબ્બૂને આરામ કરવાનુ કહ્યું છે, તેનુ કહેવુ છે કે તે પુરેપુરી રીતે ઠીક ના થઇ જાય ત્યાં સુધી શૂટિંગમાંથી બ્રેક લઇ લે.


ફિલ્મ ‘ભોલા’ (Bhola)માં અજય દેવગન (Ajay Devgan) અને તબ્બૂ (Tabu) ઉપરાંત એક્ટર દીપક ડોબરિયાલ (Deepak Dobriyal), શરદ કેલકર (Sharad Kelkar) અને સંજય મિશ્રા (Sanjay Mishra) પણ દેખાશે. વળી, આ ફિલ્મને અજય દેવગન જ ડાયરેક્ટ કરી રહ્યો છે, જે વર્ષ 2023માં રિલીઝ થઇ શકે છે. 


આ પણ વાંચો....... 


India Corona Cases: ભારતમાં 24 કલાકમાં 16,299 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 53ના મોત


Rakshabandhan: બહેનો માટે આ ચાર ગિફ્ટ લાગશે નાની પણ જરૂરિયાતના સમયે સાબિત થશે બહુજ કામની, આપો બહેનોને......


Raksha Bandhan Gifts: રક્ષાબંધનના તહેવારે ગિફ્ટ કરો આ પૉકેટ સાઇઝ ગેઝેટ્સ, કિંમત પણ ઓછી, જુઓ લિસ્ટ.......


RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?


PIB Fact Check: શું તમે 20 રૂપિયાની કિંમતનો તિરંગા ધ્વજ ખરીદશો તો જ તમને રાશન મળશે? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનું સત્ય


'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા


'કોઇ પણ પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી દેશે ' PM મોદીના આ નિવેદન પર કેજરીવાલે શું કર્યો પલટવાર?