Rimi Sen Become Politician: ધૂમ, ક્યોંકિ અને હંગામા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ રિમી સેને હવે બૉલીવુડ ફિલ્મોથી દુરી બનાવી લીધી છે. રિમી સેન ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને હવે નેતા બની ગઇ છે. રિમી સેનને સલમાની હીરોઇને પણ કહેવામાં આવતી હતી, તેને કેટલાય વર્ષો સુધી સલમાનના બિગ બૉસ જેવા શૉમાં કામ કર્યુ હતુ. જોકે, હવે તેને અભિનેતામાંથી નેતા બની ચૂકી છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રિમી સેન કોંગ્રેસ પાર્ટી જૉઇન કરતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર શુભમિત્રાના નામથી એક્ટિવ છે, અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેનો આ લૂક જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, તે ખુબ બદલાયેલી દેખાઇ રહી છે.
આ કારણે છોડ્યુ બૉલીવુડ -
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી રિમી સેન બૉલીવુડથી દુર છે, તેની કોઇ નવી ફિલ્મ હજુ સુધી જોવા નથી મળી, રિમી સેને એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ હતુ કે તે ફિલ્મોમાં ગ્લેમરસ પ્રૉપની ભૂમિકા નિભાવતા થાકી ગઇ છે, આ ખુબ બૉરિંગ હોય છે, જ્યારે તમને ગ્લેમરસ પ્રૉપની જેમ વાપરવામાં આવે છે, તમને બેકગ્રાઉન્ડમાં ફેક રડવા માટે કહેવામાં આવતુ હતુ, જ્યારે હીરો સેન્ટર સ્ટેજ પર હોતો હતો. હું બસ કોઇ કૉમેડી ફિલ્મમાં પડેલા ફર્નીચર જેવી થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, રિમી સેનને સલમાનની હીરોઇન કહેવામાં આવતી હતી, રિમી સેને ફિલ્મ ક્યોંકિમાં સલમાન સાથે કામ કર્યુ હતુ.
આ પણ વાંચો........
5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત
Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર
Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ