Sara Ali Khan On Her Marriage: બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન બૉલીવુડની હૉટ એક્ટ્રેસીસમાં સામેલ છે. આજકાલ તે ખુબ ચર્ચામાં છે, પરંતુ હવે તે પોતાના લગ્નની વાતને લઇને પણ ચર્ચામાં આવી છે. તેને પોતાના પિતા સૈફ અલી ખાનની સામે જ પોતાના લગ્ન માટેની વાત કરી હતી. તેને પોતાના મામા સાથે લગ્ન કરવાની માંગ પોતાના પિતા સાથે કરી હતી. આ કિસ્સો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાઇ રહ્યો છે.


કૉફી વિધ કરણનો ભાગ - 
આ કિસ્સો બૉલીવુડ ફિલ્મ મેકર કરણ જોહરનો પૉપ્યૂલર શૉ ‘કૉફી વિધ કરણ’ (Koffee With Karan)ની જુની સિઝનનો છે, જ્યાં હૉટ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના પિતા સૈફ અલી ખાન સાથે પહોંચી હતી. આ દરમિયાન કરણ જોહરે સારાને તેના લગ્ન વિશે પુછ્યું, જવાબ આપતા સારાએ કહ્યું કે તે એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે લગ્ન કરવા માંગે છે. સારાનો આ જવાબ સાંભળીને સૈફ અલી ખાન થોડો ચોંકી ગયો હતો. 


આ રીતે રણબીર છે સારાનો મામો - 
સારા અલી ખાન (Sara Ali Khan), સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી છે, વળી, સૈફે કરીના કપૂર સાથે બીજા લગ્ન કરી લીધા છે, જે સંબંધોમાં રણબીર કપૂર (Ranbir Kapoor)ની કઝિન સિસ્ટર છે. આ રીતે રણબીર કપૂર સારા અલી ખાનના મામા થાય છે. 






જોકે, શૉમાં રણબીર કપૂર ઉપરાંત તેને કાર્તિક આર્યન (Kartik Aaryan)નુ નામ પણ લીધુ હતુ, તેને પણ ડેટ કરવામાં માંગે છે. આા પર સૈફ અલી ખાને હંસતા હંસતા કહ્યું કે, જો કાર્તિક પાસે બેન્ક બેલેન્સ છે તો તે તેની સાથે ડેટ પર જઇ શકે છે. સૈફની આ વાત સાંભળીને સારા પણ હંસવા લાગી. 


આ પણ વાંચો........ 


5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત


Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર


પ્રથમ વનડેમાં વિન્ડિઝને છેલ્લી ઓવરમાં બનાવવાના હતા 15 રન, સિરાજ અને સેમસને કર્યો કમાલ, જુઓ લાસ્ટ ઓવર......


Crime News: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર, આરોપીઓમાં રેલવે કર્મચારી પણ સામેલ


Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ


Dangerous Apps: હવે આ 30 એપ્સમાં નીકળ્યો ખતરનાક વાયરસ, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ લિસ્ટ.........