નવી દિલ્હીઃ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ના કારણે 'ધ કપિલ શર્મા શૉ'ના ગેસ્ટ જજ અર્ચના પૂરન સિંહ (Archana Puran Singh) એકવાર ફરીથી ચર્ચામાં છે. સિદ્ધુની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ અર્ચના પૂરન સિંહ પર ખુબ મીમ્સ વાયરલ થયા. એવુ કહેવામાં આવ્યુ કે ચૂંટણીમાં હાર મળ્યા બાદ સિદ્ધુ કપિલ શર્મા શૉમાં વાપસી કરશે, આવામાં અર્ચના પૂરન સિંહની ખુરશી ખતરામાં આવી ગઇ છે. હવે આ વાયરલ મીમ્સ પર અર્ચના ભડકી છે, અને મોટુ નિવેદન આપી દીધુ છે. 


અર્ચના પૂરન સિંહે બતાવ્યુ કે મને આ બધુ ખુબ વિચિત્ર લાગે છે કે નવજોત સિંહ સિદ્ધુની સાથે જ્યારે પણ કંઇક નવુ થાય છે, ત્યારે મારા નામે મીમ્સ વાયરલ થઇ જાય છે. લોકોને લાગે છે કે મારી પાસે કામ નથી. જો નવજોત સિંહ સિદ્ધુ ધ કપિલ શર્મા શૉમાં આવવાનો નિર્ણય લે છે તો હું શૉમાંથી હટવા તૈયાર છું.
 
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાત દરમિયાન અર્ચના પૂરન સિંહે કહ્યું કે, મારા પર મીમ્સ વાયરલ થવાની વાત નવી નથી. મને મીમ્સથી કોઇ ફરક નથી પડતો, કોઇ વ્યક્તિએ શૉને છોડીને રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છતાં હજુ પણ તે વ્યક્તિને શૉ સાથે જોડવામાં આવી રહ્યો છે. હું રાજનીતિમાં ક્યારેય નથી રહી. શૉમાં મારો એક ખાસ રૉલ છે જેને હુ સારી રીતે નિભાવી રહી છું. મને આવા મીમ્સ બને છે ત્યારે વિચિત્ર લાગે છે. 




ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરન સિંહ, બન્ને કૉમેડિયન કપિલ શર્મા શૉમાં સ્પેશ્યલ જજ રહી ચૂક્યા છે. હવે આ ટૉપિકને લઇને લોકો કહી રહ્યાં છે સિદ્ધુની હાર થતાં જજ તરીકે હવે અર્ચના પૂરન સિંહની ખુરશી ખતરામાં પડી જશે. કેમ કે સિદ્ધુ હવે રાજકારણ છોડીને ફરીથી કૉમેડિયન શૉના જજ તરીકે વાપસી કરી શકે છે. આવા ફની મીમ્સ ટ્વીટર પર ખુબ વાયરલ થઇ રહ્યાં હતા.


આ પણ વાંચો...........


Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?


લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા


HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ


Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી


મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર


રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો