મુંબઇઃ ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ હાલમાં આઇપીએલમાં રમી રહી છે, અને આઇપીએલમાં પોતાની બૉલિંગથી વિરોધી ટીમને પસ્ત કરી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે ચહલની પત્ની ધનાશ્રી વર્માએ પોતાના ફેન્સને પસ્ત કરી દીધા છે. ધનાશ્રીએ તાજેતરમાં જ સી બીચ પરથી એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે, તેની તસવીરો હવે વાયરલ થઇ રહી છે, જેમાં ડાન્સર અને યુટ્યૂબર ધનાશ્રી એકદમ બૉલ્ડ લાગી રહી છે. આમ પણ ધનાશ્રી ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહે છે. 


તાજેતરમાં જ ધનાશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટ શેર કર્યુ છે, જેમાં તેને લૂક ખાસ છે, ધનાશ્રીએ સ્કાય હાઇ સ્લિટ આઉટફિટમાં પોતાનુ ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે. એટલુ જ નહીં આ દરમિયાન ધનાશ્રીના ચહેરા પર અજીબ ઉદાસી છે, જેમ કે કંઇક કહેવા માંગી રહી છે પરંતુ કહી નથી શકતી. 






આ તસવીરો શેર કરતા ધનાશ્રીએ કેપ્શન આપ્યુ છે - લખ્યું- ક્યારેય પણ તે દિલને ઘા ના આપો, જેને તમને ખુબ પ્રેમ આપ્યો છે. તેને ક્યારેય પણ અંતહિન દર્દ ના આપો, કેમ કે ઘાયલ દિલ ગુલાબના જેવુ હોય છે, જે પછી ક્યારેય નથી ખીલતુ. આ કેપ્શનથી લાગી રહ્યું છે કે ધનાશ્રી ઉદાસ છે અને તેને કોઇ વાત સાથે અણગમો થયો છે. ધનાશ્રી સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની છે. અને હાલમાં ચહલ આઇપીએલમાં વિકેટો ચટકાવી રહ્યો છે. 


















આઇપીએલ 2022માં યુઝવેન્દ્ર ચહલનુ શાનદાર પ્રદર્શન-
યુઝવેન્દ્ર ચહલે આ વખતે કમબેક કરતાં શાનદાર પ્રદર્શન કર્યુ છે, ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયેલા ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પસંદગીકારોએ તેને પસંદ ના કરતા આકરો જવાબ આપ્યો તેને અત્યાર સુધી રાજસ્થાન રૉયલ્સની 6 મેચોમાં તે 17 વિકેટ લઇ ચૂક્યો છે અને પર્પલ કેપની યાદીમાં સૌથી ઉપર છે. 


આ પણ વાંચો..........


Fact Check: મોદી સરકાર ‘પીએમ શિશુ વિકાસ યોજના’ અંતર્ગત ગરીબ પરિવારોને આપી છે આર્થિક સહાયતા ? જાણો શું છે હકીકત


Gandhinagar : કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગ્રાન્ટના 11 કરોડ 13 લાખની ઉચાપત, આરોપીઓએ આ રીતે આચર્યું કૌભાંડ


CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા


PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ


MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે


ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે