Sonam Bajwa: જાણીતી પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા આજકાલ ખુબ ચર્ચામાં છે. સોનમ બાજવાની લેટેસ્ટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. એક્ટ્રેસની ન્યૂ લૂક વાળી તસવીરો પર ફેન્સ ફિદા થયા છે. પંજાબની દિલકશ હસીના સોનમ બાજવા પોતાના કિલર અંદાજ માટે ખુબ જાણીતી છે. તાજેતરમાં જ સોનમ બાજવાની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં તે સિમ્પલ લૂકમાં શાનદાર પૉઝ આપતી દેખાઇ રહી છે.
આ તસવીરો એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. આ તસવીરો એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોશૂટની છે. આ તસવીરોમાં સોનમ બાજવા બહુ જ સુંદર લાગી રહી છે. વળી, આ તસવીરોમાં એક્ટ્રેસ હૉટ ફોર્મલ ડ્રેસમાં હૉટનેસને તડકો લગાવતી દેખાઇ રહી છે. સોનમ બાજવાની આ તસવીરો પર ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
આવુ પહેલીવાર નથી બન્યુ કે સોનમ બાજવાએ પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હોય. આ પહેલા પણ એક્ટ્રેસ અનેકવાર ફેન્સના દિલ ઘાયલ કરી ચૂકી છે.
સોનમ બાજવા પંજાબની ટૉપની હીરોઇનોમાની એક છે. સુંદરતા માટે એક્ટ્રેસને ખુબ લોકો પસંદ કરે છે. સોનમ બાજવાએ પોતાની કેરિયરમાં ગુડિયાં પટોલે, પૌદા અને કપ્પલ જેવી કેટલીય દમદાર પંજાબી ફિલ્મો કરી છે.
---
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......