Naga Chaitanya-Rashmika Mandanna in Parasuram Next: સાઉથ સુપરસ્ટાર એક્ટર નાગા ચૈતન્ય (Naga Chaitanya) પોતાની પર્સનલ લાઇફની સાથે સાથે પોતાની પ્રૉફેશનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. અભિનેતાને આજકાલ એક પછી એક ફિલ્મોની ઓફર આવી રહી છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્યને મહેશ બાબુની ફિલ્મ 'સરકારુ વારી પાટા'ના નિર્દેશક પરશુરામ સાથે અપકમિંગ ફિલ્મ માટે હાથ મિલાવ્યો છે. જોકે, આ ફિલ્મ માટે હજુ સુધી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ. આ ફિલ્મ માટે મેકર્સને એક્ટ્રેસ તલાશ પણ પુરી કરી લીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, નાગા ચૈતન્યની સાથે ફિલ્મમાં રશ્મિકા મંદાના (Rashmika Mandanna) મુખ્ય રૉલમાં દેખાશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, ફિલ્મ ડાયરેક્ટર પરશુરામે રશ્મિકા મંદાનાનુ નામ નાગા ચૈતન્યના અપૉઝિટ ફાઇનલ કર્યુ છે. મેકર્સ પહેલાથી જ આ ફિલ્મમાં એક ફ્રેશ જોડીને કાસ્ટ કરવા ઇચ્છતા હતા. તેમને આશા છે કે આ જોડીને ઓનસ્ક્રીન જોવા માટે ફેન્સ પણ ખુશ થશે.
જો બધુ બરાબર રહ્યું તો એવુ પહેલીવાર બનશે કે નાગા ચૈતન્ય અને રશ્મિકા મંદાના પહેલીવાર કોઇ ફિલ્મમાં સાથે કામ કરતાં દેખાશે, એટલે કે બન્ને રોમાન્સ કરશે.
ગયા મહિને એવી અફવા ઉડી હતી, કે આ ફિલ્મનુ નાગા ચૈતન્યના દાદા અને અનુભવી અભિનેતા અક્કિનેની નાગેશ્વર રાવની સાથે એક સ્પેશ્યલ કનેક્શન હશે. રિપોર્ટ્સનુ માનીએ તો ફિલ્મનુ નામ અભિનેતાના દાદાના નામ પર રાખવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ સામંથા વચ્ચે હાલમાં જ છુટાછેડા થયા છે. બન્નેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા, જોકે હમણાં બન્નેએ તલાક લઇ લીધા છે.
નાગા ચૈતન્ય હાલમાં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં પણ દેખાઇ રહ્યો છે. આ ફિલ્મમાં નાગા ચૈતન્ય એક આર્મી ઓફિસરની ભૂમિકામાં છે.
આ પણ વાંચો.......
India Corona Cases: ભારતમાં 24 કલાકમાં 16,299 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 53ના મોત
RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?
'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા
'કોઇ પણ પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી દેશે ' PM મોદીના આ નિવેદન પર કેજરીવાલે શું કર્યો પલટવાર?