મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. સીબીઆઈને જે પણ સહયોગની જરૂર હશે તે આપીશું. સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસની તપાસમાં કોઈ ખામી ન હોવાનું કહ્યું, જે અમારા માટે ગૌરવની વાત છે.
અનિલ દેશમુખને પૂછવામાં આવ્યું કે, શું મુંબઈ પોલીસ સુશાંત સિંહ મામલે સમાંતર તપાસ કરશે ? જેના જવાબમાં તેણે કહ્યું, સરકારો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વિચારશે.
ફેંસલો આવ્યા બાદ બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે આ ન્યાયની જીત છે, હું ન્યામૂર્તિને પ્રણામ કરુ છુ, તેમને કહ્યુ કે આ મામલામાં મુંબઇ પોલીસે શું કર્યુ બધાએ જોયુ છે. તેમને કહ્યું કે, સર્વોચ્ચ ન્યાયાલયે જે ફેંસલો કર્યો છે તેનાથી 130 કરોડ જનતાના દિલમાં માનનીય સુપ્રીમ કોર્ટ માટે જે આસ્થા તે વધુ દ્રઢ થઇ ગઇ છે.
ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, માનનીય સુપ્રીમ કોર્ટનો ફેંસલો સર્વમાન્ય હશે, આજ સુધી મે સાંભળ્યુ હતુ કે ન્યાયાધીશ ભગવાનનુ રૂપ હોય છે, આજે મે જોઇ પણ લીધુ, હું ન્યાયાધીશને સેલ્યૂટ નહીં પણ આ ફેંસલા માટે સાષ્ટાંગ પ્રણામ કરુ છુ.
દેશના આ રાજ્યમાં કોંગ્રેસના 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જેપી નડ્ડા સાથે કરી મુલાકાત
MS Dhoni Retirement: BCCI ધોનીને આપવા માંગે છે ફેરવેલ મેચ, IPL બાદ થઈ શકે છે ફેંસલો, જાણો વિગતે
શેરડી ખેડૂતો માટે સારા સમાચાર, શેરડીના ખરીદ મૂલ્યમાં કરવામાં આવ્યો વધારો, જાણો વિગત