નવી દિલ્હીઃ મણિપુરમાં થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા પાંચ ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જે બાદ ધારાસભ્યોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યોમાં મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકારામ ઈબોબી સિંહનો ભત્રીજો પણ સામેલ છે.

આ અવસર પર બીજેપીના મહાસચિવ રામ માધવ, ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા અને મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ હાજર રહ્યા હતા. ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યો બહુમત પરીક્ષણ દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જે બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી જ તેમના ભાજપમાં પ્રવેશની અટકળો થતી હતી.



મણિપુરમાં 60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના 24 ધારાસભ્યો હતા. જેમાંથી 6 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જ્યારે ત્રણ ધારાસભ્યોના રાજીનામા અને પક્ષ પલટા કાનૂન અંતર્ગત ચાર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવેવામાં આવતાં ગૃહમાં સભ્યોની સંખ્યા 47 છે.

MS Dhoni Retirement:  BCCI ધોનીને આપવા માંગે છે ફેરવેલ મેચ, IPL બાદ થઈ શકે છે ફેંસલો, જાણો વિગતે

ભાવનગરઃ મહુવા નજીક સાવરકુંડલા રોડ પર બાઈક સામ સામે અથડાયા, બંને બાઈકસવારના મોત

ભારતમાં વધુ એક કંપનીએ કોરોનાની દવા કરી લોન્ચ, 41 શહેરોમાં કરશે ફ્રી હોમ ડિલિવરી, જાણો શું છે ભાવ