મુંબઈઃ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે અનેક ખુલાસા થઈ શકે છે. કારણકે તેની પર્સનલ ડાયરી મળી ગઈ છે. સુશાંતની પર્સનલ ડાયરીના પેજમાંથી અનેક રહસ્યો ખુલી શકે છે. આ પેજ પરથી ખબર પડશે કે સુશાંતની જિંદગીમાં શું ચાલી રહ્યું હતું અને તે કઈ વાતને લઈ પરેશાન હતો.


આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે. ઈડી આ મામલે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. રિયા સામે સુશાંતના પિતાએ આત્મહત્યા માટે ઉશ્કેરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત અન્ય આરોપ પણ લગાવ્યા છે, જેની તપાસ થઈ રહી છે.



સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેના બાંદ્રા સ્થિત મકાનમાં મૃત મળી આવ્યો હતો. મુંબઈ પોલીસ આત્મહત્યા સહિત અનેક બાબતોથી તપાસ કરી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહના વકીલે આને મર્ડર ગણાવી દીધુ છે.



કેકે સિંહના વકીલ વિકાસ સિંહે સ્પષ્ટ રીતે સુશાંત સિંહના મોતને હત્યા ગણાવી છે. તેમનુ કહેવું છે કે કોઇપણ સુશાંત સિંહને ફાંસીના ફંદા પર લટકતા નથી જોયો, આવામાં એ કેવી રીતે માની શકાય કે તેને આત્મહત્યા કરી હતી.



એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું, હું છેલ્લા 50 વર્ષથી મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસને જોતો આવ્યો છું. મને તેમના પર પૂરો ભરોસો છે. બીજા લોકોએ તેમના પર શું આરોપ લગાવ્યા છે તેને લઈ હું ટિપ્પણી કરવા નથી માંગતો. જો કોઈને લાગતું હોય કે સીબીઆઈ કે અન્ય કોઈ એજન્સીએ આ મામલે તપાસ કરવી જોઈએ તો હું તેનો વિરોધ નહીં કરું.

કરીના કપૂર ફરી બનશે માતા, શેર કર્યા ગુડ ન્યૂઝ

ભાજપના કયા દિગ્ગજ નેતાની પત્નીને કોરોના આવતાં થયા આઈસોલેટ ? જાણો વિગત

સુશાંત સિંહ રાજપૂત કેસઃ શરદ પવારે કહ્યું- મને મુંબઈ પોલીસ પર ભરોસો, CBI તપાસનો નહીં કરીએ વિરોધ