Good News: ટીવી જગતનો જાણીતા એક્ટર ધીરજ ધૂપર (Dheeraj Dhoopar) જે દિવસનો ઇન્તજાર હતો, તે આવી ગયો છે. ધૂપરની પત્ની વિન્ની અરોડાએ (Vinny Arora) પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. એક્ટરે આ વાતની જાણકારી સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે, અને બતાવ્યુ છે કે, વિન્નીએ દીકરાને જન્મ આપ્યો છે. જેવી આ વાતની લોકોને ખબર પડી લોકોએ અભિનંદનનો વરસાદ વરસાવી દીધો હતો.
લગ્નના છ વર્ષ બાદ બન્યા માતા-પિતા -
ઉલ્લેખનીય છે કે, ધીરજ ધૂપરે 2016માં પોતાની ગર્લફ્રેન્ડ વિન્ની સાથે લગ્ન કર્યા હતા. બન્નેની પહેલી મુલાકાત 2009માં ‘માતા-પિતા કે ચરણો મે સ્વર્ગ’ના સેટ પર થઇ હતી. 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ તેમને લગ્ન કરી લીધા હતા, અને હવે લગ્નના છ વર્ષ બાદ આ કપલ માતા-પિતા બની ગયા છે. 10 ઓગસ્ટ, 2022ને વિન્ની અરોડા અને ધીરજ ધૂપરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પૉસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે.
સોશ્યલ મીડિયા પર આપી જાણકારી -
એક્ટરે એક નૉટ શેર કરતા લખ્યું છે - અમને એ જાહેરાત કરતા ખુબ ખુશી થઇ રહી છે કે અમને છોકરો થયો છે. 10.08.2022 માતા-પિતા વિન્ની અરોડા અને ધીરજ ધૂપર. આ પૉસ્ટ સામે આવ્યા બાદ ફેન્સથી લઇને તેના દોસ્ત સુધી તમામ આ કપલને અભિનંદન આપી રહ્યાં છે. આ પહેલા 2 એપ્રિલ, 2022 એ ધીરજ ધૂપર અને વિન્ની અરોડાએ કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરતાં પ્રેગનન્સીની જાહેરાત કરી હતી.
---
આ પણ વાંચો.........
World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી
Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત
Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક
Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ
School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક