KBC 14: બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની હૉસ્ટિંગ વાળો સુપરહીટ ક્વિઝ શૉ 'કૌન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) એકવાર ફરીથી દર્શકોની વચ્ચે આવવા માટે તૈયાર છે. ઘરે ઘરે લોકો આનો ખુબ ઇન્તજાર કરી રહ્યાં છે. ટીવી પર ટેલિકાસ્ટ થનારા તમામ રિયાલિટી શૉની વચ્ચે કેબીસીએ પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. 13 સિઝન સુપરહિટ વિત્યા બાદ હવે સિઝન 14 - 'કૌન બનેગા કરોડપતિ'ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. 


તાજેતરમાં જ સોની ટીવીએ પોતાના અધિકારીક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શૉનો એક પ્રૉમો શેર કર્યો છે, દ્વારા તેને શૉનો ભાગ બનવા માટે રજિસ્ટ્રેશની તારીખનુ એલાન કર્યુ છે. પ્રૉમોમાં પતિ પત્નીની એક જોડી દેખાઇ રહી છે, અહીં પતિ પોતાની પત્નીને વિદેશ પ્રવાસના સપના બાતવી રહ્યો છે. આ પછી ટાઇમ લેપ્સ બતાવવામાં આવ્યો છે, અને વૃદ્ધ થવા છતાં પણ પત્નીને તે જ સપના બતાવી રહ્યો છે.


પ્રોમો અંગે વાત કરીએ તો એક યુવાન યુગલ ચાંદની રાતમાં તેમના ટેરેસ પર ખાટલા પર સૂતેલા જોવા મળે છે. પતિ પોતાની પત્નીને મોટું ઘર બનાવવાનું, બાળકોને સારૂં શિક્ષણ આપવાનું અને એક દિવસ સ્વિત્ઝરલેન્ડ લઈ જવાનું વચન આપે છે. પરિવાર માટે તેના સપના વિશે સાંભળીને પત્ની ખુશ થઈ જાય છે. જો કે, ઘણા વર્ષો વીતી જાય છે અને પતિ હજી પણ પોતાની પત્નીને ઘરની છત પર એ જ સપના વિશે વાત કરે છે. પતિની વાત સાંભળીને પત્ની ગુસ્સે થઈ જાય છે. 


 






 


અમિતાભ કહે છે કે, સપના જોઈને ખુશ ન થાઓ. તેમને પૂરા કરવા માટે ફોન ઉપાડો. 9 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યાથી શરૂ થઈ રહ્યાં મારા પ્રશ્નો અને તમારી KBCની નોંધણી...માત્ર સોની પર.. જુઓ પ્રોમો


તમારા સપનાઓની યાદી પણ લાંબી થઈ ગઈ છે અને તમે પણ તેમને પૂરા કરવા માટે KBCની રાહ જોઈ રહ્યા છો. તો હવે તમારા માટે આ તક આવી ગઈ છે. તમે પણ 9 એપ્રિલથી પ્રશ્નોના જવાબ આપીને KBCનો ભાગ બની શકો છો.


 


આ પણ વાંચો......... 


Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ


ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન