લૉસ એન્જેલિસઃ હૉલીવુડની ફિલ્મ એકેડમીએ શુક્રવારે કહ્યું કે, તેના બોર્ડ ઓફ ગવર્નર્સે ફિલ્મ અભિનેતા વિલ સ્મિથને ઓસ્કારના કોઇપણ સમારોહમાં આાગામી દસ વર્ષ સુધી ભાગ લેવા પર પ્રતિબંધિત કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ઓસ્કાર પુરસ્કાર સમારોહમાં વિલ સ્મિથે પોતાની પત્ની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા પર હૉસ્ટ ક્રિસ રૉકને જોરદાર થપ્પડ મારી દીધી હતી. 


વિલ સ્મિથને કિંગ રિચર્ડ ફિલ્મમાં શાનદાર અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. પરંતુ આ ઘટનાથી પુરસ્કાર સમારોહની મજા બગડી ગઇ, આખી ચર્ચા આ થપ્પડ કાંડ પર જ કેન્દ્રિત થઇ ગઇ હતી.  






એકેડમી ઓફ મૉસન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્સીક્યૂટીવ ડાન હડસન કેટલાય લોકો માટે બહુજ મુખ્ય હતો. પરંતુ વિલ સ્મિથના અસ્વીકાર્ય વ્યવહારના કારણે તેમની ઉલ્લાસની ક્ષણો પર પાણી ફરી વળ્યુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ વિલ સ્મિથે ક્રિસ રૉક પાસે માફી માંગવાની સાથે 1લી એપ્રિલે એકેડમીમાં રાજીનામુ પણ આપી દીધુ હતુ.


આ પણ વાંચો.......... 


Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ


આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ


IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો


ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા


PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો