VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
આજે પટનાની હોટેલ મૌર્યાના અશોકા હોલમાં સગાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષે મહેમાનો અને પરિવારના સભ્યો માટે 32 પ્રકારનાં વ્યંજનોની તૈયારી કરવામાં આવી હતી તેવું જાણવા મળ્યું છે. 12 મેના રોજ બંન્ને વેટનરી કોલેજના મેદાનમાં લગ્નગ્રંથીથી જોડાશે જેની તડામારા તૈયારીઓ ચાલી રહી છે.
તેજપ્રતાપ યાદવના લગ્નમાં જે મહેમાનો હાજર રહેવાના છે તેમનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમના લગ્નમાં અંદાજે 5,000 જેટલા મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવશે. તેમાં વીઆઈપી ગેસ્ટ લિસ્ટથી લઈને લાલુ પ્રસાદ યાદવના સંબંઘીઓ પણ સામેલ થશે.
લગ્નની વાત જાહેર થતાં લાલુ પ્રસાદના મોટા દીકરા તેજપ્રતાપે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને લગ્નની બહુ ઉતાવળ નહતી. માતા-પિતાની ખુશીમાં જ મારી ખુશી છે. ભગવાનની મરજીથી જ વિવાહ નક્કી થાય છે.
પટના: આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપની પૂર્વ મંત્રી ચંદ્રીકા પ્રસાદની દીકરી ઐશ્વર્યા સાથે આજે સગાઈ થઈ છે. સગાઈ સમારોહમાં ગાંધી મેદાન પાસે આવેલી હોટલ માર્યામાં રાખવામાં આવ્યો હતો જેમાં બંન્ને પરિવારના સભ્યો અને ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંન્નેના લગ્ન 12 મેના રોજ રાખવામાં આવ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પુત્રની જ સગાઈમાં લાલુ પ્રસાદ યાદવ હાજર રહ્યાં નહતા.
પૂર્ણિમાએ જણાવ્યું હતું કે, સંબંધ ભલે વડીલોએ નક્કી કર્યા હોય પરંતુ બંનેએ એકબીજા સાથે ઘણી વાતો કરી હતી. એકબીજાને સમજવાના પ્રયાસ કર્યા હતા. તેજપ્રતાપે પટનાની બીએન કોલેજમાંથી ઇન્ટરનો અભ્યાસ કર્યો છે, જ્યારે એમબીએનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઐશ્વર્યા નોકરી કરવાની વિચારી જ રહી હતી અને લગ્ન નક્કી થઈ ગયા.
તેજપ્રતાપ અને ઐશ્વર્યાની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં થઈ હતી. રાબડી દેવી પોતાના બંને પુત્રો સાથે ઐશ્વર્યાને જોવા ચંદ્રિકા રાયના સરકારી નિવાસસ્થાને ગયાં હતાં. એ સમયે તેજપ્રતાપની પણ ઐશ્વર્યા સાથે મુલાકાત થઈ હતી.
ઐશ્વર્યાનાં માતા પૂર્ણિમા રાય પટના વીમેન્સ કોલેજમાં આસિ.પ્રોફેસર છે. પૂર્ણિમા અને ભૂતપૂર્વ મંત્રી ચંદ્રિકા રાય તેમની મોટી પુત્રીના લગ્ન થવાના હોવાને કારણે ઘણા ઉત્સાહિત છે. બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. બંને પરિવાર રાજકારણ સાથે સંકળાયેલા છે.
શું તમારા બાળકની ઉંમર થઈ છે 15 વર્ષથી વધુ? મફતમાં આ રીતે અપડેટ કરાવો આધાર બાયોમેટ્રિક
શું તમારું બાળક 15 વર્ષનું છે? આધાર બાયોમેટ્રિક અપડેટ હવે તદ્દન મફત; જાણો છેલ્લી તારીખ
Ayushman Bharat: સાવધાન! કાર્ડ હોવા છતાં અટકી શકે છે મફત સારવાર, જાણો કેમ થાય છે રિજેક્ટ?
Dharmik: ભારતના 5 પવિત્ર પર્વત, જે લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે છે આસ્થા અને શક્તિ
આધાર કાર્ડમાં હજુ પણ બાળપણનો ફોટો છે? શરમાવાની જરૂર નથી, આ સરળ સ્ટેપ્સથી બદલો તમારો ફોટો
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું