શોધખોળ કરો

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

SIR Voter List Gujarat: ચૂંટણી પંચ અનુસાર SIR પ્રક્રિયા પહેલા ગુજરાતમાં 5.08 કરોડ મતદારો હતા. ડ્રાફ્ટ મતદાર યાદીમાં 4.34 કરોડ મતદારો માન્ય હોવાનું જાણવા મળ્યું.

SIR Voter List Gujarat: ગુજરાતમાં SIR (Special Intensive Revision) ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. શુક્રવારે (19 December) જાહેર કરાયેલી આ યાદીમાં 4.34 Crore મતદારો માન્ય (Valid) જણાયા છે. અગાઉ મતદારોની સંખ્યા 5.08 કરોડ હતી, જેનો અર્થ છે કે SIR પ્રક્રિયા દરમિયાન આશરે 74 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 5 કરોડ 8 લાખ 43 હજાર 436 મતદારોમાંથી 4 કરોડ 34 લાખ 70 હજાર 109 મતદારો જ માન્ય ઠર્યા છે. આમ, પ્રક્રિયા દરમિયાન કુલ 73 લાખ 73 હજાર 327 મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.

જેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તેમની પાસે શું વિકલ્પ છે?

  • દાવા અને આપત્તિનો સમયગાળો: 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધી ખુલ્લો રહેશે.

  • નવું નામ ઉમેરવા માટે: જેમના નામ યાદીમાં નથી, તેઓ આધાર કાર્ડના પુરાવા સાથે Form-6 ભરીને નામ નોંધણી માટે અરજી કરી શકે છે.

  • ચેતવણી: એક કરતાં વધુ જગ્યાએ મતદાર તરીકે નામ નોંધાયેલું હોવું એ શિક્ષાપાત્ર ગુનો છે. ચૂંટણી પંચે અપીલ કરી છે કે નાગરિકો આ સમયગાળા દરમિયાન પોતાની વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરી લે.

27 ઓક્ટોબરથી SIR અભિયાન ચલાવવામાં આવ્યું હતું

ચૂંટણી પંચની સૂચના મુજબ, રાજ્યભરમાં 27 ઓક્ટોબરથી SIR અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ફોર્મ જમા કરાવવા માટે વધારાનો સમય મળી રહે તે હેતુથી ગણતરી (Enumeration) ની પ્રક્રિયા ત્રણ દિવસ વધારીને 14 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી.

રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને 182 વિધાનસભા મતવિસ્તારોમાં ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે બૂથ લેવલ ઓફિસર (BLO) અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સ (BLA) વચ્ચે બેઠકો યોજવામાં આવી હતી. ત્યારબાદ, મતદાર યાદીઓને સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ અને CEO Gujarat ની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

નામ કમી થવાના મુખ્ય કારણો:

અંતિમ ચકાસણી દરમિયાન નીચે મુજબના આંકડા સામે આવ્યા છે:

  • મૃત મતદારો: 18,07,277

  • નોંધાયેલા સરનામે ન મળેલા મતદારો: 9,69,813

  • કાયમી ધોરણે સ્થળાંતર કરનારા મતદારો: 40,26,010

  • ડુપ્લીકેટ (બેવડા) મતદારો: 3,81,534

CEO સીઈઓ ઓફિસે જણાવ્યું હતું કે ગુજરાતે ખાસ સઘન સુધારણા અભિયાનમાં મજબૂત પ્રદર્શન કર્યું છે, જેનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ પહેલાં સ્વચ્છ, સચોટ અને સમાવિષ્ટ મતદાર યાદી તૈયાર કરવાનો છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
AMC હાઉસિંગ કમિટીનો મોટો નિર્ણય: EWS અને LIG આવાસ ભાડે આપ્યા તો થશે ₹50 હજારથી ₹1 લાખનો દંડ!
AMC હાઉસિંગ કમિટીનો મોટો નિર્ણય: EWS અને LIG આવાસ ભાડે આપ્યા તો થશે ₹50 હજારથી ₹1 લાખનો દંડ!
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Embed widget