VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
સરકારના આ નિર્ણય બાદ ઓબીસી વર્ગમાં વધુને વધુ લોકોને નોકરીઓ અને ભણવાનો લાભ મળી શકશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અધિક સચિવશ્રીના જણાવ્યા પ્રમાણે, રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ક્રિમિલેયરમાંથી બાકાત રાખવા માટેની આવક મર્યાદા છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્ધારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે ક્રિમિલેયરની આવક મર્યાદામાં વધારો કર્યા બાદ ગુજરાત સરકારે પણ તેને વધારવાનો નિર્ણય લીધો છે. અગાઉ કેન્દ્ર સરકારે ઓબીસી અનામત માટે ક્રિમિલેયરની આવક મર્યાદા છ લાખ રૂપિયાથી વધારીને આઠ લાખ રૂપિયા કરી હતી. હવે રૂપાણી સરકારે ક્રિમિલેયરની આવક મર્યાદા વધારીને આઠ લાખ રૂપિયા કરી છે.
કેન્દ્ર સરકારે આ મર્યાદામાં વધારો કરી આઠ લાખ રૂપિયા કરી હતી. હવે ગુજરાત સરકારે પણ આ મર્યાદા છ લાખથી વધારીને આઠ લાખ રૂપિયા કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેનો અમલ 1, સપ્ટેમ્બર 2017થી થશે.
રાજ્ય સરકારની નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ વખતે અનામતના લાભ માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. જેનો લાભ લાખો વિદ્યાર્થીઓને થશે. આવક મર્યાદા સિવાયની અન્ય શરતો અને જોગવાઇઓ યથાવત રહેશે.
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Loco Pilot Salary: કેટલી હોય છે લોકો પાઈલટની સેલેરી, મેટ્રો ડ્રાઈવરથી વધુ કે ઓછી?
IIT ની નોકરી છોડી સ્ટાર્ટઅપ કર્યું શરૂ, બે વિદ્યાર્થીનીઓએ ડેરી સેક્ટરમાં 565 કરોડની કંપની કરી ઊભી
વીજળીનું બિલ ઝીરો કરવું છે? 5kW કે 10kW સોલર સિસ્ટમમાંથી શેમાં થશે સૌથી વધુ બચત?
પરિવારથી અલગ થયા છો? જાણો નવું રેશન કાર્ડ મેળવવાની આસાન પ્રક્રિયા અને જરૂરી નિયમો
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ