શોધખોળ કરો

વીજળીનું બિલ ઝીરો કરવું છે? 5kW કે 10kW સોલર સિસ્ટમમાંથી શેમાં થશે સૌથી વધુ બચત?

ઉનાળામાં લાઈટ બિલથી બચવા સોલર સિસ્ટમ લગાવતા પહેલા જાણો કયો ઓપ્શન તમારા ઘરના બજેટ અને વપરાશ માટે સૌથી બેસ્ટ રહેશે.

ઉનાળાની સિઝન આવતા જ ઘરમાં AC, પંખા અને ફ્રિજ જેવા ઈલેક્ટ્રિક ઉપકરણોનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે, જેના કારણે વીજળીનું બિલ બજેટ ખોરવી નાખે છે. આ તોતિંગ ખર્ચથી બચવા માટે મોટાભાગના લોકો હવે સોલર સિસ્ટમ તરફ વળી રહ્યા છે. પરંતુ સોલર પેનલ લગાવતા પહેલાં યોગ્ય કેપેસિટી પસંદ કરવી ખૂબ મહત્વની છે. ખાસ કરીને લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે 5 kW ની બે અલગ સિસ્ટમ લગાવવી ફાયદાકારક રહે કે 10 kW ની એક જ સિસ્ટમ.

1/6
નિષ્ણાતોના મતે બે અલગ-અલગ 5 kW ની પેનલ લગાવવા કરતાં 10 kW ની એક સિંગલ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી વધુ ખર્ચ-અસરકારક સાબિત થાય છે. જો તમે બે અલગ સિસ્ટમ મૂકો છો તો તમારે બે ઇન્વર્ટર, ડબલ વાયરિંગ અને બે વાર ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડે છે. જ્યારે 10 kW ની એક જ સિસ્ટમમાં આ બધો સાધન-સામગ્રીનો ખર્ચ એક જ વારમાં પૂરો થઈ જાય છે, જેથી શરૂઆતનો રોકાણ ખર્ચ ઘણો ઘટી જાય છે.

2/6
ઘરનો હેવી લોડ ઉઠાવવાની ક્ષમતાની દ્રષ્ટિએ પણ 10 kW ની સિંગલ સિસ્ટમ વધુ શ્રેષ્ઠ કામગીરી આપે છે. જો તમારા ઘરમાં એકસાથે 3 થી 4 AC, પાણીની મોટર અને અન્ય હાઈ-પાવર સાધનો ચાલતા હોય, તો 10 kW ની એક જ સિસ્ટમ આ તમામ ઉપકરણોને ખૂબ જ સરળતાથી સપોર્ટ કરે છે. બીજી તરફ 5 kW ની નાની સિસ્ટમ આવા ભારે પાવર લોડ સામે એટલી કાર્યક્ષમ સાબિત થતી નથી.

3/6
લાંબા ગાળાના મેન્ટેનન્સ અને સર્વિસિંગ ખર્ચની વાત કરીએ તો પણ સિંગલ સિસ્ટમ જ વધારે ફાયદાકારક રહે છે. 10 kW ની સિસ્ટમમાં ઇન્વર્ટર અને અન્ય ટેકનિકલ પાર્ટ્સની સંખ્યા ઓછી હોવાથી ભવિષ્યમાં તેની દેખરેખ આસાન બને છે અને સર્વિસિંગ ચાર્જ ઓછો આવે છે. આનાથી વિપરીત, બે 5 kW ની સિસ્ટમ હોય તો બંનેનું અલગ-અલગ ડબલ મેન્ટેનન્સ કરાવવું પડે છે, જે લાંબા ગાળે આર્થિક રીતે મોંઘું પડે છે.

4/6
તમારા ઘર માટે આખરી નિર્ણય લેતા પહેલા કેટલીક વ્યવહારુ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો ઘરમાં વીજળીનો વપરાશ નિયમિત રીતે વધારે રહેતો હોય, તો 10 kW ની સિસ્ટમ જ ઉત્તમ પસંદગી છે. જોકે આ મોટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે તમારી ઘરની છત પર પૂરતી ખુલ્લી અને સૂર્યપ્રકાશ મેળવતી જગ્યા હોવી અનિવાર્ય છે.

5/6
સિસ્ટમની પર્ફોર્મન્સ અને ઓવરઓલ એફિશિયન્સીની દ્રષ્ટિએ 10 kW ની સિંગલ સિસ્ટમ લાંબા ગાળે વધુ આઉટપુટ આપે છે. એક જ મજબૂત ઇન્વર્ટર સેટઅપ હોવાથી પાવર લોસ ઓછો થાય છે અને પેનલ્સમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો મહત્તમ વપરાશ શક્ય બને છે. આ જ કારણસર સોલર એક્સપર્ટ્સ પણ મોટી પ્રોપર્ટી કે વધુ વપરાશ ધરાવતા ઘરો માટે સિંગલ લાર્જ સિસ્ટમની સલાહ આપે છે.

6/6
છતાં પણ જો અત્યારે તમારું બજેટ મર્યાદિત હોય, તો શરૂઆતમાં 5 kW ની એક સિસ્ટમ લગાવીને વીજ બિલમાં બચતની શરૂઆત કરી શકાય છે. ભવિષ્યમાં જ્યારે પાવરની જરૂરિયાત કે બજેટ વધે ત્યારે તમે તેને સરળતાથી અપગ્રેડ કરીને ક્ષમતા વધારી શકો છો. આ રીતે તમારી વર્તમાન જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને યોગ્ય સોલર સિસ્ટમ પસંદ કરવી જોઈએ.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget