મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં રાજકીય માહોલ ગરમ છે. રાજ્યમાં લાગેલા રાષ્ટ્રપતિ શાસન વચ્ચે શિવસેના-એનસીપી અને કોંગ્રેસ દ્વારા સતત સરકાર બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આજે શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેની પુણ્યતિથિ છે. શિવસેનાની કોશિશ આજના દિવસે નવી સરકારની જાહેરાત કરવાની હતી પરંતુ શરદ પવારે કહ્યું કે, તેમાં હજુ થોડી વાર લાગશે.



દરમિયાન પ્રથમ વખત એનસીપી નેતાએ બાલ ઠાકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાલ ઠાકરેની પુણ્યતિથિના અવસર પર શિવાજી પાર્કમાં એનસીપી નેતા છગન ભુજબળ અને જયંત પાટિલે શ્રદ્ધાંજલિ આપી હતી. બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા આવેલા સંજય રાઉતે કહ્યું કે, મુખ્યમંત્રી શિવસેનાનો જ બનશે. બાલા સાહેબને આપવામાં આવેલું વચન જલદી પૂરું થશે.


ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, પંકજા મુંડે અને વિનોદ તાવડેએ બાલા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ શિવસેના-કોંગ્રેસ-એનસીપીમાં વાતચીલ શરૂ છે અને આ માટે કોમન મિનિમમ પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, આગામી સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરશે. તેમણે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્રનો આગામી મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.


આ પહેલા એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે, ત્રણેય પક્ષોની સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે અને વિકાસલક્ષી શાસન આપશે. ગઠબંધનનું નેતૃત્વ શિવસેના કરશે. પવારના સહયોહી અને એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મુખ્યમંત્રી પદના મુદ્દે જ તેમણે એનડીએ સાથે છેડો ફાડ્યો છે. તેમની ભાવનાઓનું સન્માન કરવું અમારી જવાબદારી છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપમાં ટિકિટ માટે ધમાસાણ, મંત્રી સરયૂ રાયે કહ્યું- નથી જોઈતી ટિકિટ

સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો શું છે સમગ્ર મામલો

ઓવૈસીએ પરત માંગી મસ્જિદ, બોલીવુડની એક્ટ્રેસે કહ્યું- અમારા 40,000 મંદિર પરત કરો