Causes Of Excessive Sleepiness: દરેક વ્યક્તિ માટે હેલ્ધી ફૂડ ખાવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે પૂરતી ઊંઘ લેવી. જે લોકો 7-8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે. દિવસભર સક્રિય અને સ્વસ્થ રહેવા માટે શરીરને પૂરતી ઊંઘની ખુબ જરૂર છે. તમે સારી રીતે જાણો છો કે ઓછી ઊંઘ લેવાથી શરીર પર ઘણી ખરાબ અસર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે દરરોજ 8-9 કલાકથી વધુ ઊંઘો છો, તો તમારે તેનાથી થતા નુકસાન વિશે પણ જાણી લેવું જોઇએ.


વધુ ઊંઘવાથી શરીર પર થાય છે આવી અસરો - 


1. માથું દુખવું: - વધુ પડતી ઉંઘ લેવાથી ન્યુરોટ્રાન્સમીટર પર ખરાબ અસર પડે છે, જેના કારણે માથાનો દુખાવોની સમસ્યા ઉભી થઈ શકે છે. જો તમે દિવસ દરમિયાન લાંબા સમય સુધી ઊંઘો છો, તો પછી તમારી રાતની ઊંઘમાં વિક્ષેપ આવી શકે છે, જે પાછળથી માથાનો દુખાવોનું કારણ બને છે.


2. સ્થૂળતા: સ્થૂળતા કેન્સર અને ડાયાબિટીસ સહિત અનેક રોગોનું કારણ બને છે. વધુ પડતી ઊંઘથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. આ જ કારણ છે કે વધુ ઊંઘવાનું હંમેશા ટાળવું જોઈએ. જો કે ઓછી ઊંઘ લેવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.


3. ટાઇપ 2 ડાયાબિટીસ: જરૂરી કલાકો કરતાં વધુ ઊંઘ લેવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. કારણ કે વધુ ઊંઘવાથી સ્થૂળતા વધે છે, જેનાથી ડાયાબિટીસનો ખતરો વધી શકે છે.


4. હૃદયરોગ: વધુ ઊંઘવાથી પણ હૃદયરોગ થઈ શકે છે. જે લોકો વધુ પડતી ઊંઘ લે છે, તેમને હ્રદય રોગનો ખતરો વધી જાય છે. આંકડા દર્શાવે છે કે જે લોકો દરરોજ રાત્રે 11 કલાક ઊંઘે છે તેમને હૃદય રોગ થવાની શક્યતા 7 થી 8 કલાકની ઊંઘ લેનારાઓ કરતાં વધુ હોય છે.


5. ડિપ્રેશન: ડિપ્રેશનથી પીડિત ઘણા લોકો ઊંઘની કમીથી પીડાય છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જે વધારે પડતી ઊંઘે છે. વધુ સૂવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિએ ન તો વધુ ન તો ઓછી ઊંઘ લેવી જોઈએ.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ રીતો, પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.