Bloating:પેટ ફૂલવાની સમસ્યા એકદમ સામાન્ય છે. આ સમસ્યામાં પેટ સખત થઈ જાય છે અને દુખે છે. આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે. પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. ક્યારેક પેટ ફૂલવાની સમસ્યા થવી સામાન્ય છે, પરંતુ જો આ સમસ્યા વારંવાર થતી હોય તો સાવચેતી રાખવી જોઈએ. ડૉક્ટરની સલાહ લઈને તરત જ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. નહીં તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પેટ ફૂલવાનું કારણ શું છે અને તેનાથી રાહત મેળવવા શું કરવું જોઈએ…
પેટ ફુલવાનું કારણ શું છે?
પેટ ફૂલવાની સમસ્યા એકદમ સામાન્ય છે. જેના કારણે પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થાય છે. તળેલા ખોરાકના સેવન, પાચનની સમસ્યા અને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે આ સમસ્યા થાય છે. વધુ પડતો સ્ટ્રેસ લેવો પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.
પેટ ફૂલવાની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય
વોકિંગ અને યોગ
સારું સ્વાસ્થ્ય જાળવવા માટે, તમારી જાતને શારીરિક રીતે સક્રિય રાખો. તે પેટ ફૂલવાની સમસ્યાથી રાહત આપે છે અને પાચનક્રિયાને પણ સ્વસ્થ રાખે છે. ચાલવા અને યોગ જેવી પ્રવૃત્તિઓ પેટમાંથી વધારાનો ગેસ બહાર કાઢીને રાહત આપે છે. જો કોઈને કબજિયાત હોય કે પેટમાં સોજો હોય તો ચાલવાથી આરામ મળે છે.
ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવું
ફાઈબર યોગ્ય પાચન જાળવવાનું કામ કરે છે. તે કબજિયાત અને સોજામાં પણ મદદરૂપ છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી ગેસની સમસ્યા થઇ શકે છે. તેથી, તમારા આહારમાં ફાઇબરને સંતુલિત રાખો. આહારમાં કેટલાક ફળો અને શાકભાજીનો સમાવેશ કરીને, શરીર માટે જરૂરી ફાઇબર પૂરા પાડી શકાય છે.
ઓછું સોડિયમ લેવું
સોડિયમના વધુ પડતા સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. સોડિયમ યુક્ત ખોરાકના વધુ પડતા સેવનથી પેટ અને શરીરના અન્ય ભાગોમાં સોજો આવી શકે છે. સોડિયમની વધુ માત્રા હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.
આ પણ વાંચો
Asian Games 2023: પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતને આજે ચોથો અને કુલ 73મો મેડલ મળ્યો
Bhavnagar: રાજસ્થાન બસ દુર્ઘટનામાં વધુ એક ભાવનગરના મહિલા યાત્રિકનું મોત, કુલ મૃત્યુઆંક 16 થયો
Crime: શિક્ષકની શરમજનક હરકત, આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા, ને પછી...
અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ