Gujarat Elections 2022: પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે ગાંધીઆશ્રમ ખાતે પૂજ્ય ગાંધી બાપુની કુટિર 'હ્ર્દયકુંજ' ખાતે પ્રાર્થના કરી ભાવાંજલિ અર્પણ કરીને રેટિંયો કાંત્યો હતો.
કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમમાં અડધો કલાક જેટલું રોકાયા હતાં. કેજરીવાલે કહ્યું હતું કે,આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો ત્યારે આવ્યો હતો. જેટલી વાર અહીં આવીએ છીએ એટલી વાર શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે છે કે અહીં ગાંધીજીની આત્મા વસે છે.
ભગવંત માને કહ્યું હું જે ધરતી પરથી આવું છું એ શહીદોની ધરતી છે. પંજાબના દરેક ઘરમાં ચરખો છે. ત્યાંની મહિલાઓ પારંપરિક ગીતો ગાય છે અને ચરખાથી સૂતર પણ કાંતે છે.
આ પણ વાંચોઃ
Horoscope 2 April 2022: આજથી ચૈત્ર નવરાત્રિ, આ રાશિના જાતકો પર વરસશે માતા દુર્ગાની કૃપા, જાણો રાશિફળ
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1260 નવા કેસ નોંધાયા, 83 સંક્રમિતોના મોત
SBI News: SBI ડેબિટ કાર્ડનો પિન ગણતરીની મિનિટમાં ઘરે બેઠા આ રીતે બનાવો, ફોલો કરો આ સરળ સ્ટેપ